ધરપકડ:દાહોદથી અમદાવાદ સુધી ફરી વળી ચોરેલી 8 બાઇક સાથે બગભગત ઝબ્બે

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બાઇક ચોરીના ગુનાઓમાં ગોધરા કોર્ટે 10 વર્ષની સજા ફટકારી હતી
  • પેરોલ જમ્પ કરી દાહોદ જિલ્લામાં આશરો મેળ‌વ્યો : બાઇકો કાંણાકૂવાના જંગલમાં સંતાડી હતી

મહેસાણાના ખેરાલુ ગામના રહેવાસી 55 વર્ષિય અરવીંદ જયંતિલાલ વ્યાસ બાઇક ચોરીમાં માહેર હોવાથી દાહોદ, ગોધરા, મહેસાણા, અમદાવાદ, પાલનપુર, સુરત અને વડોદરામાંથી 30થી વધુ બાઇકની ચોરી કરી હતી. પોલીસના હાથે પકડાયેલા અરવીંદને ગોધરા કોર્ટે 20 જુલાઇ 2020ના રોજ 10 વર્ષની સજા ફટકારી હતી. સજા કાપવા માટે વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલ્યો હતો. દરમિયાન તેણે અમદાવાદ હાઇકોર્ટમાંથી 21 જુનથી 6 ઓગષ્ટ 2021 સુધીની 45 દિવસની પેરોલ રજા મેળવી હતી. રજા પુરી થતાં જેલમાં પરત નહીં જઇને ફરાર થયેલો અરવીંદ દાહોદ જિલ્લામાં આવ્યો હતો.

ભગત હોવાનો ડોળ કરીને તેણે ધાનપુર તાલુકાનાં મંદીરો ઉપર આશરો મેળવ્યો હતો. જોકે, ચોરીની ટેવ ભુલી નહીં શકતા તેણે દાહોદમાં 4, ગરબાડામાં 1 તેમજ વડોદરા અને અમદાવાદથી 1-1 મળીને 8 બાઇકની ચોરી કરી હતી. બાઇકો તેણે કાણાકૂવાના જંગલમાં સંતાડી હતી. દાહોદના એલસીબી પીઆઇ શાહને બાઇક સાથે ઉભેલા અરવીંદની હિલચાલ શંકાસ્પદ જણાતા પુછપરછ કરતાં તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. તપાસમાં તેની પાસેની બાઇક પણ ચોરીની હોવાનું ફલિત થયું હતું. ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેણે પોતાની કુંડળી વર્ણવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એલસીબીએ 1.30 લાખની કિંમતની તમામ બાઇક જપ્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...