વેક્સિનેશન:દાહોદના 214 ગામડામાં 100 ટકા રસીકરણ લોકોમાં જાગૃકતા આવતાં કામગીરીમાં તેજી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રજાના દિવસોમાં પણ વેક્સિનેશનની કામગીરી ચાલુ રહી

દાહોદ જિલ્લામાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે લોકોમાં જાગૃકતા આવતાં વેક્સિનેશનની કામગીરીની ઝડપ વધી છે. રજાના દિવસોમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશનની કામગીરી રૂપે ચાલુ રખાય છે. હાલમાં દાહોદ જિલ્લાના 696 ગામો પૈકીના 214 ગામો એવા છે કે જેમાં 100 ટકા વેક્સિનેશન થઇ ગયું છે. જિલ્લામાં સૌ પ્રથમ હેલ્થ વર્કરોએ સંપુર્ણપણે વેક્સિનેશન કરાવ્યું હતું. એચ.સી.ડબલ્યુના હેલ્થ કેર વર્કરોમાં 15,143 વર્કરોએ રસીનો પ્રથમ અને બીજો એમ બંને ડોઝ લઈ લીધા છે. ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સમાં તમામ 25,941 વર્કરોએ વેક્સિનેશન કરાવી લીધું છે.

આમ, 99.95 ટકા એચ.સી.ડબલ્યુના હેલ્થ વર્કરોએ વેક્સિન લીધી છે અને 98.52 ટકા ફ્રન્ટ લાઈન વર્કરોએ રસી મુકાવી લીધી છે. જિલ્લામાં 45 વર્ષથી વધુ ઉંમરની વયમાં ફસ્ટ ડોઝમાં 4,78,752 અને સેકન્ડ ડોઝમાં 3,35,740 લાભાર્થીઓએ વેક્સિનેશન કરાવી દીધુ છે. 18 થી 44 વર્ષમાં ફસ્ટ ડોઝમાં 7,71,261 અને સેકન્ડ ડોઝમાં 39,501લોકોએ રસી મુકાવી છે. આમ, હેલ્થ વર્કરો, ફ્રન્ટ લાઈન વર્કરો, 44 વર્ષની ઉપરના લોકો અને 18 થી 44 વર્ષના કુલ 4,15,933 લોકોએ સંપુર્ણ રસી મુકાવી દીધી છે. જિલ્લામાં બાકી લોકોને વેક્સિનેટ કરવા માટેની કામગીરી પુરવેગે ચાલી રહી છે.

તાલુકાના 100 ટકા રસીકરણવાળા ગામ

તાલુકોકુલ ગામ100 ટકા
દાહોદ9017
ગરબાડા3417
ધાનપુર9019
દે.બારિયા8319
ફતેપુરા9624
લીમખેડા8231
સીંગવડ7130
ઝાલોદ9415
સંજેલી5642

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...