ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર દાહોદ અને રાષ્ટ્રીય સેવા યોજના, સરકારી ઈજનેર કોલેજ દાહોદના સંયુક્ત ઉપક્રમે જળ જાગરણ અભિયાન અંતર્ગત યુવાનો માટે એક દિવસનો જાગરૂકતા પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ જળ જાળવવાની જરૂરીયાત, રેઈન વોટર હાર્વેસ્ટિંગ ટેકનીક, રીડ્યુજ, રી-યુજ અને રી-સાયકલ વોટર, વરસાદને ઝીલો વગેરે વિષયો ઉપર ચર્ચા તેમજ પ્રશિક્ષણ અપાયું હતું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સરકારી ઈજનેર કોલેજ દાહોદના આચાર્ય પી.કે.બ્રહ્મભટ્ટ, ઈલે.ખાતાનાં એચઓડી જે.આઈ.પટેલ, એનએસએસ પ્રોગ્રામ ઓફિસર મનોજ સિંહ તેમજ મુખ્ય વક્તા તરીકે વિપિન યાદવ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રાહુલ ડામોર, પાર્થ બારોટ, નરેન્દ્ર ગણાવા અને કૌશિક ચૌહાણે કર્યું હતું. જિલ્લા યુવા અધિકારી અજીત જૈને તમામ યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.