તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બળજબરી:ફતેપુરા તાલુકાના એક ગામમા પતિ અને બાળકો સાથે ઉંઘતી પરિણીતા સાથે દુષ્કર્મનો પ્રયાસ

દાહોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તેના જ ગામના યુવકે બળજબરીનો કર્યો પ્રયાસ પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

ફતેપુરા તાલુકાના એક ગામે પરણિત મહિલા તેના પતિ તેમજ બાળકો સાથે નીંદર માણી રહી હતી. ત્યારે આ પરણિતા જોડે એક નરાધમે બળજબરી કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના એક ગામની 25 વર્ષીય પરણિત મહિલા તેના પતિ તેમજ બાળકો સાથે નીંદર માણી રહી હતી. તે અરસામાં તેમના જ ગામના એક યુવકના મનમાં વાસનાનો કિડો સળવળતા આ નરાધમે મહિલાના પતિ તેમજ બાળકોની હાજરીમાં મહિલાનો હાથ પકડી બળજબરીથી જાત લેવાનો પ્રયાસ કરતા પરિણીતાએ બૂમાબૂમ કરી હતી. ત્યારબાદ ઉપરોક્ત બનાવ સંદર્ભે પરણિતાએ નરાધમ વિરુદ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફતેપુરા પોલીસે ઉપરોક્ત યુવક વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...