તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સીંગવડ તાલુકામાં એક નરાધમ દ્વારા 11 વર્ષીય બાળાને પૈસાની લાલચ આપી બળજબરી પૂર્વક તેનો હાથ પકડી નજીકના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. અગાઉ પણ આ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધવાની વાત કરી હોવાનું જાણવા મળતાં પરિવાર દ્વારા આ નરાધમ વિરુદ્ધ રણધીકપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
સીંગવડના નવીપરીના જશુ ભુરીયાએ તા.23ના રોજ તાલુકાના એક ગામની 11 વર્ષીય બાળાની છાતીના ભાગે 20 રૂપિયાની નોટ મૂકી અડપલાં કર્યા હતા. તથા રૂા.100 અને બીજા રૂા.500 આપવાની લાલચ આપી શરીર સંબંધ બાંધવાની વાત કરી હતી. બાદ જશુ તેનો હાથ પકડી પાસેના ખેતરમાં લઈ ગયો હતો અને ખેંચતાણ કરી દુષ્કર્મ કરવાના પ્રયત્ન કર્યા હતા. પરંતુ બાળા જેમ તેમ કરી તેના સકંજામાંથી છૂટી પરિવારજનો પાસે પહોંચી હતી. તેણે પરિવારજનોને જણાવ્યું હતું કે અગાઉ પણ આ જશુએ તેની સાથે સંબંધ બાંધવાની વાત કરી હતી. આ હકીકત જણાવતા પરિવારજનોમાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે બાળાના પિતા દ્વારા જશુ વિરુદ્ધ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.