બળજબરી:ધાનપુરની તરુણીનું અપહરણ કરી રામપુરામાં દુષ્કર્મ કરવાની કોશિશ

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તરુણી ખેતરમાં ઘાસ લેવા ગઇ હતી, વડવાનો યુવક બળજબરીપૂર્વક લઇ ગયો
  • તરુણીએે બૂમાબૂમ કરતાં ગામલોકોએ યુવકને પકડી મેથીપાક ચખાડ્યો​​​​​​​

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની તરૂણી પોતાના ખેતરમાં ઘાસ લેવા ગઇ હતી. ત્યારે ગરબાડા તાલુકાના વડવા ગામનો યુવક બાઈક પર બળજબરીથી બેસાડી અપહરણ કરી રામપુરાના જંગલમાં લઈ ગયો હતો. શરીર સંબંધ બાંધવાના ઈરાદે છેડછાડ કરતાં તરૂણી દ્વારા બૂમાબૂમ કરવામાં આવતાં આજુબાજુના લોકો દોડી આવતાં ભાગવા જતાં યુવાનને ગામલોકોએ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટના અંગે ધાનપુર પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર ધાનપુર તાલુકાની એક 11 વર્ષ 4 મહિનાની તરૂણી તા.1 ઓક્ટોબરના રોજ બપોરના સમયે ઘરથી થોડે દૂર આવેલ પોતાના ખેતરમાં ઘાસ લેવા ગઈ હતી. ત્યારે ગરબાડા તાલુકાના વડવા ગામનો કાળુભાઈ માનસીંગભાઈ ભાભોર નામનો કામાંધ યુવાન બાઈક ઉપર આવ્યો હતો અને તરૂણીને મારી નાખવાની ધમકી આપી ગાળો બોલી બે-ત્રણ ઝાપટો મારી તને તો મારી બૈરી બનાવવાની છે કહી બળજબરીથી તેને બાઈક પર બેસાડી લઈ રામપુરા ગામના મંદીર નજીક આવેલ જંગલમાં લઈ ગયો હતો. ત્યાર બાદ તરૂણી સાથે શરીર સંબંધ બાંધવાના બદ ઈરાદે તરૂણી સાથે છેડછાડ કરી કપડા કાઢવાની કોશિશ કરતાં તરૂણીએ બૂમાબૂમ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. દોડી આવેલા લોકોને જોઇ કામાંધ યુવક કાળુ ભાભોર તરૂણીને મૂકી ભાગવા જતાં ગામ લોકોએ તેને પકડી પાડ્યો હતો અને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.

આ સંબંધે ભોગ બનનાર તરુણીના પિતા દ્વારા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે વડવા ગામના કાળુભાઈ માનસીંગભાઈ રાઠોડ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. દેવગઢ બારિયા સીપીઆઇ દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...