જાનથી મારવાની ધમકી:આંબામાં છોકરા-છોકરી ભાગતાં ઘરે જઇ હુમલો, ચાર લોકો સામે પોલીસમાં ગુનો દાખલ

દાહોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાકડી વડે માર મારી દંપતિને ઘાયલ કર્યા

ઝાલોદ તાલુકાના આંબા ગામે છોકરા-છોકરી ભાગી જવાના મુદ્દે ચાર લોકોએ ધસી જઇ દંપતી ઉપર લાકડી વડે હુમલો કરીને તેમને ઘાયલ કર્યા હતાં. આ બનાવ અંગે લીમડી પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આંબા ગામાં રહેતાં સોમાભાઇ હઠીલા અને તેમના પત્ની લલીતાબેન ઘરે હતાં.

સાંજના 6.15 વનાગ્યાના અરસામાં ડુંગરી ગામમાં રહેતાં કલજી રંગા પારગી, રમુડા કલજી પારગી, મલા રંગા પારગી અને મહેશ કલજી પારગી તેમના ઘરે ધસી ગયા હતાં. ત્યાં જઇને રાકેશનો છોકરો અમારી છોકરી ભગાડી લઇ ગયો છે, તો તેનો કે નીકાલ કરતા નથી, તમોને છોડીશું નહીં કહેતાં હોઇ ભેગા થયેલા લોકો પૈકીના સોમાભાઇએ તમારી છોકરી ક્યાં છે તે અમને ખબર નથી કહેતાં કલજીએ તેના હાથની લાકડી સોમાભાઇના જમણા હાથના કાંડે મારીને ઇજા કરી હતી.

આ વખતે રમુડાએ પણ હાથની આંગળીએ લાકડી ઝીંકી હતી. આ વખતે લલીતાબેન વચ્ચે પડતાં મલા અને મહેશે પણ તેમને પગે અને બરડા ઉપર લાકડી ઝીંકી ઘાયલ કર્યા હતાં. ચારેય હુમલાખોરોએ લલીતાબેનના ઘરના નળિયા પણ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે લલીતાબેને લીમડી પોલીસ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...