ક્રાઇમ:‘બાબાના નામના સ્ટેટસ કેમ મૂકે છે’ કહી બે યુવકો પર હુમલો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકવા મુદ્દે હુમલો કરાયો

દાહોદમાં સોશિયલ મીડિયા પર બાબાના નામના સ્ટેટસ કેમ મુકે છે કહી બે યુવકો સાથે તકરાર કરી લોખંડની પંચ તથા પાઇપથી હુમલો કરી ઘાયલ કર્યા હતા. દાહોદના જુના વણકરવાસમાં રહેતા અમનભાઈ મન્સૂરીને બુધવારે રાત્રિના 11 વાગે મિત્ર અદનાન પઠાણને ફોન કરી સબજીફરોજ જમાતખાના પાસે બોલાવતા તે તેના મિત્રને મળવા માટે એકલો ગયો હતો. તે દરમિયાન જૂના વણકરવાસમાં રહેતા ઓસામા પઠાણ, મેતાબભાઈ સૈયદ, મોઈન પઠાણ તથા કાસિફ છીપા આવ્યા હતા.

અદનાનને ગાળો બોલી સોશિયલ મીડિયામાં બાબાના નામના સ્ટેટસ કેમ મૂકે છે કહી જણાવેલ કે તમે બંને સબજીફરોઝ જમાતખાના પાસે આવશો તો તમારા હાથ-પગ તોડી નાખીશુ તથા જાનથી મારવાની ધમકી આપી મેતાબ અને ઓસામાએ લોખંડની પંચથી અમન અને અદનાનને મારી ઇજા પહોંચાડી હતી. મોહીન તથા ઓસામાએ અદનાનને લોખંડની પાઈપ મારી માથામાં ઈજા કરી લોહીલુહાણ કર્યા હતા. બંને ઈજાગ્રસ્તોને ખાનગી દવાખાને સારવાર માટે ખસેડાયા હતા. આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...