હુમલો:જમીનની અદાવતે હુમલો : 4ને ઘાયલ કરી મારી નાખવાની ધમકી

દાહોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મલેકપુરની 3 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો

સીંગવડ તાલુકાના મલેકપુરમાં મારક હથિયારો સાથે ધસી આવી જનીન સંબંધીત અદાવત રાખી ગાળાગાળી કરી મારામારી કરતાં ચાર લોકોને ઇજા થઇ હતી. આ સંદર્ભે ત્રણ મહિલા સહિત છ લોકો સામે ગુનો દાખલ કરાયો હતો.મલેકપુરના હિતેશ સના, સના નાના, મુકેશ સના, જેન્તાબેન સના, કોકીલાબેન મુકેશ, કાશીબેન હિતેશ તમામ જાતે બારીયા તા.15મીના રોજ સવારે મારક હથિયારો ધારણ કરી ગામના બક્ષી ફળિયામાં રહેતા કવિતાબેન કમલેશભાઇ બારીયાના ઘરે જઇ જમીનની અદાવત રાખી બિભત્સ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઇ જઇ કમલેશભાઇ કનુભાઇને ડાબા પગે લાકડી મારી ફ્રેક્ચર કરી તેમજ મનહરભાઇ કનુભાઇને ડાબા હાથે લાકડીઓ મારી ઇજા પહોંચાડી હતી.

ચન્દ્રસિંહ બળવંતભાઇને ગડદાપાટુનો ગેબી માર મારી તથા રમેશભાઇ બળવંતભાને સાથળ પર લાકડી મારી ઇજા પહોંચાડી હતી. તેમજ તમામે ભેગા મળી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ દરમિયાન બુમાબુમ થતાં ફળિયાના અન્ય લોકો દોડી આવતાં હુમલાખોરો ત્યાંથી નાસી ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સંદર્ભે કવિતાબેન કમલેશભાઇ બારીયાએ હુમલાખોરો વિરૂદ્ધ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...