તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:નિમનળીયામાં રોડ બનાવતા સરપંચના પુત્ર ઉપર હુમલો

દાહોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સરપંચ તથા પુત્ર રોડનું કામ કરાવતા હતા
  • સરપંચના પુત્રે ચાર લોકો સામે ગુનો નોંધાવ્યો

દાહોદના નિમનળીયામાં ગામમાં ‘કોને પૂછીને રોડ બનાવો છો અમારી જમીન છે’ કહી એક વ્યક્તિએ સરપંચના પુત્ર ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સરપંચ પુત્રએ ચાર લોકો સામેગુનો નોંધાવ્યો હતો.દાહોદ તાલુકાના નિમનળીયાના સરપંચ ફળિયામાં રહેતા અને ગામના સરપંચ મંગળીબેન ગલીયાભાઇ બારીયા અને તેમનો પુત્ર સુરમલભાઇ તથા ગામના અન્ય લોકો તેમજ મજૂરો સાથે રવિવારના રોજ બપોરના સમયે રોડ બનાવવા માટે ગયા હતા.

ત્યારે ગામતળ ફળિયાના સવાલા મંગળા પરમાર, મંગળા વકા પરમાર, પંકજ સવલા પરમાર તથા રૂમાલ મંગળા પરમાર બિભત્સ ગાળો બોલી ‘જમીન અમારી છે કોને પૂછીને રસ્તાનું કામ ચાલુ કર્યુ છે’ કહેતા સરપંચના પુત્રએ જમીન સરકારી પડતર છે તેમ કહેતા સવલા પરમાર એકદમ ઉશ્કેરાઇ જઇ લાકડાના હાથાવાળુ લોખંડનું ધારીયું લઇ આવી ગાળો બોલતા દોડી આવી તેની ઉપર ધારીયું ફેરવતા નીચે બેસી જતાં ઘાયલ થતાં બચી ગયા હતા. તેમજ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સંદર્ભે સરપંચ પુત્ર સુરમલભાઇએ હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં દાહોદ તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...