ફરિયાદ:વાકોટામાં વોટ ન આપતા દંપત્તિ ઉપર હુમલો, જીવ લેવાની ધમકી

દાહોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાકડી અને છુટ્ટી ઇંટ મારી ઇજા પહોંચાડી : ગામના ચાર સામે પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો

ધાનપુર તાલુકાના વાકોટા ગામના પટેલ ફળિયામાં સંગીતાબેન દિલીપભાઇ ગણાવા તથા પરિવારજનો તા.5મીના રોજ સાંજે સાતેક વાગ્યે ઘરે હતા. ત્યારે ગામના લલ્લુભાઇ અલીયાભાઇ પસાયા ઘરે આવી સંગીતાબેનને કહેવા લાગેલ કે તમે સરપંચની ચૂંટણીમાં અમને વોટ કેમ નથી આપ્યો કહી ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો તેમજ ગામના પ્રવિણભાઇ જોતીયાભાઇ પસારા, ભાઇચંદ નરસુભાઇ પસાયા, બદીયાભાઇ નરસુભાઇ પસાયા આવ્યા હતા અને તેઓ પણ કહેવા લાગેલ કે સરપંચની ચૂંટણીમાં અમોને વોટ કેમ નથી આપ્યો કહી ગાળો બોલી હતી.

જેથી સંગીતાબેનના પતિ પ્રવિણભાઇએ ગાળો બોલવાની ના પાડતાં ડાબા હાથના બાવળા પર લાકડી મારી દેતાં સંગીતાબેન છોડાવવા વચ્ચે પડતાં છુટ્ટી ઇટ મારતા હાથે તથા બરડાના ભાગે ઇજા થઇ હતી. ચારેય જણાએ દંપત્તિને ગડદાપાટુનો માર મારી બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા સંગીતાબેન ગણાવાએ હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...