ચૂંટણીનુ વેર:ઝાલોદના મુનખોસલામા ગામે 'તમે ચૂંટણીમાં સાથ કેમ ન આપ્યો' તેમ કહી હુમલો

દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ હુમલાખોરોએ બે વ્યક્તિઓને માર મારતાં ફરિયાદ

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુનખોસલા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતે તકરાર થઈ હતી. જેમાં પાંચ જેટલા ઇસમોએ ભેગા મળી બે વ્યક્તિઓને લાકડી વડે તેમજ ગડદાપાટુનો માર મારી ઇજા પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ઝાલોદ તાલુકાના મુનખોસલા ગામે પટેલ ફળિયામાં રહેતા વિપુલ બચુભાઈ વસૈયા, સર્જન ગેંદાલભાઈ વસૈયા, પ્રભાત વરસીંગભાઈ તુવર, કિરણ પ્રભાતભાઈ તુવર અને કલ્પેશ મગનભાઈ વસૈયાનાઓ પોતાની સાથે લાકડીઓ લઇ પોતાના ગામમાં રહેતા જગદીશભાઈ બાબુભાઇ ભાભોરના ઘરે આવ્યા હતા.

બેફામ ગાળો બોલી કહેવા લાગેલા કે, કેમ તમે અમને ચૂંટણીમાં સાથ સહકાર આપ્યો નથી, તેમ કહેતા જગદીશભાઈએ કહ્યુ કે, અમારા ઘરના ઉમેદવારો હોય અમારે બીજાને સાથ સહકાર આપવાની જરૂર રહેતી નથી. તેમ કહેતા ઉપરોક્ત પાંચેય જણા એકદમ ઉશ્કેરાયા હતા અને પોતાની સાથે લાવેલી લાકડી વડે જગદીશભાઈ તથા તેમની સાથેના કીર્તનભાઈને મારી મારી શરીરે હાથે-પગે તેમજ માથાના ભાગે ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી ભારે હંગામો મચાવ્યો હતો.

આ સંબંધે ઇજાગ્રસ્ત જગદીશભાઈ બાબુભાઇ ભાભોર દ્વારા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...