હુમલો:વડાપીપળમાં મત નાખવા જતાં દાદી-પૌત્ર પર હુમલો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાત લોકોના ટોળા સામે ગુનો દાખલ

સીંગવડ તાલુકાના વડાપીપળ ગામે મત નાખવા માટે જઇ રહેલા દાદી અને પૌત્રને રસ્તામાં રોકીને છોકરી સબંધી અદાવતમાં ટોળાએ હુમલો કર્યો હતો. ઘાયલ દાદી-પૌત્રને દવાખાને ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે રણધિકપુર પોલીસે સાત સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

વડાપીપળ ગામે રહેતાં ધર્મિષ્ઠાબેન શૈલેષભાઇ હઠીલાના સાસુ લાલીબેન અને પૂત્ર ગોવિંદભાઇ 19મી તારીખ ગામની નીશાળે મત નાખવા જઇ રહ્યા હતાં. ત્યારે ગામના વીરસિંગ બામણિયા, લીમસિંગ બામણિયા, ભીમસિંગ બામણિયા, બાબુ બામણિયા, ઉમેશ બામણિયા, રાજેન્દ્ર બામણિયા અને અર્જુન બામણિયાએ છોકરી સબંધી અદાવત રાખીને તેમને રોક્યા હતાં.

તેઓની છોકરી લીમડી તરફ ભાગી ગઇ હોવાથી તમે નીકાલ કેમ કરતાં નથી કહીને લાલીબેન અને ગોવિંદભાઇ ઉપર લાકડી વડે હુમલો કરીને તેમજ ગડદાપાટુનો માર મારીને ઘાયલ કર્યા હતાં. આ બનાવ અંગે ધર્મિષ્ઠાબેનની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. ઘટના ઘટતાં જ સમગ્ર પંથકના લોકોમાં આ ઘટના ચર્ચાનો વિષય બની હતી.

અન્ય સમાચારો પણ છે...