મારામારી:વિવાદીત જમીનમાં ભેંસો લઇ જવાની ના પાડતાં 3 પર હુમલો

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર સામે રંધીકપુર પોલીસમાં એટ્રોસીટીનો ગુનો દાખલ

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે વિવાદ વાળી જમીનમાં ભેંસો લઇ જવાનું ના પાડતાં જાતિવિષયક અપમાનિત શબ્દો બોલી દંપતિ ઉપર કુહાડી લાકડીથી હુમલો કર્યો હતો અને ઘાયલ કર્યા હતા. ફરિયાદના આધારે રંધીકપુર પોલીસમાં ચાર લોકો સામે એટ્રોસીટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના વાલાગોટા ગામના વિનોદભાઇ રતનસિંહ વણકર તથા તેમના પત્ની સોનલબેન ગતરોજ સવારના સમયે ઘર નજીક આવેલા તેમના ખેતરમાં પાણી મુકવા માટે ગયા હતા.

તે સમય દરમિયાન તેમની અને દલપતભાઇ જુવાનભાઇ બારીયા વચ્ચે આ જમીન મુદ્દે વિવાદ ચાલતો હોય તે ખેતર તરફ દલપતભાઇ તેની ભેંસો લઇને ખેતર તરફ આવતાં સોનલબેને ઝઘડાવાળા ખેતરમાં જવાની ના પાડતાં જોરજોરથી ગાળો બોલી જાતિવિષયક અપમાનિત શબ્દો બોલી આ જમીનનો કેસ પાછો ખેચી લો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન સોનલબેનના પતિ વિનોદભાઇ વચ્ચે પડતાં દલપતભાઇનો ચોકરો રણજીત ઉર્ફે રંગીત દલપત બારીયા, કાળુ દલપત બારીયા તથા કનુ દલપત બારીયા ધારિયું લાકડી જેવા મારક હથિયારો સાથે દોડી આવી વિનોદભાઇના માથાના ધારિયું મારી ચામડી ફાડી નાખી લોહી કાઢી નાખ્યું હતું. જ્યારે સોનલબેનને તથા પ્રકાશભાઇ રતનસિંહ વણકરને લાકડી મારી સામાન્ય ઇજાઓ કરી હતી.

આ સંદર્ભે પ્રકાશભાઇ રતનસિંહ વણકરની પોલીસ ફરિયાદના આધારે રણધીકપુર પોલીસે હુમલાખોર ચાર વ્યકિતઓ સામે ફરિયાદમાં એટ્રોસીટીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...