હુમલો:પીપળીયામાં છોકરી ન સોંપતા ડાંગી ફળિયાના લોકોનો હુમલો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોકરી યુવક સાથે પત્ની તરીકે રહેવા જઇ રહી હતી
  • ઘરમાં તોડફોડ કરી, 3 મહિલા સહિત 10 સામે ગુનો

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીપળીયા ગામે સુરસીંગભાઇ માનસીંગભાઇ ભાભોર ગતરોજ બપોરના સમયે ઘરે હતા. ત્યારે ફળિયામાં રહેતા અમલીયાર કુટુંબના ચીમનભાઇ પારસીંગભાઇ અને તેની પત્ની ગીતાબેન તથા શૈલેષભાઇ પારસીંગભાઇ, વેલાબેન રાકેશભાઇ, રસનભાઇ નરસીંગભાઇ, કસનભાઇ સમસુભાઇ, દિનેશભાઇ કસનભાઇ, માધુભાઇ કસનભાઇ, રૂપલાભાઇ રમસુભાઇ તથા કુસુમબેન કલ્પેશભાઇ તમામ હાથોમાં લાકડીઓ તથા પથ્થરો લઇ સુરસીંગભાઇના ભાઇઓને તેમજ કુટુંબીઓને બિભત્સ ગાળો બોલી હવસીંગભાઇનો છોકરો સુનીલ અમારી છોકરી રનીશાબેનને ભગાવી લઇ ગયો છે તે છોકરી અમોને કેમ સોંપતા નથી કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી સુરસીંગભાઇ તથા તેમના ઘરોની અંદરનો સરસામાન તથા ઘરની છતના નળીયા લાકડીઓ પથ્થરો મારી તોડી નાખી નુકસાન કર્યુ હતું. સુરસીંગભાઇએ 3 મહિલા સહિત 10 હુમલાખોરો વિરૂદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...