તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:મલેકપુરમાં ‘કુટુંબના માણસો પર ફરિયાદ કેમ કરાવી’ કહી હુમલો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 મહિલા સહિત 16 સામે રાયોટિંગનો ગુનો દાખલ
  • ફરિયાદ કરાવી જેનો ખર્ચો થયો તે આપી દો કહી હુમલો

દાહોદ જિલ્લાના મલેકપુર ગામમાં જમીન બાબતે અમારા કુટુંબના માણસો ઉપર પોલીસમાં ફરિયાદ કેમ કરાવી જેનો અમને ખર્ચો થયો છે આપી દો કહેતાં રોડ ઉપર ઉભેલા આરોપીઓને કાર લઇને સમજાવવા ગયેલા વ્યક્તિની ગાડીના કાંચ તોડી નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સંદર્ભે 6 મહિલા સહિત 16 લોકો સામે રંધીકપુર પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના મલેકપુર ગામના સુરેશ લીમ્બા, વિરલ અરવિંદ, સામજી છગન, લીમ્બા બલકા, શીરીષ ધના, સંજય સામજી, વરસીંગ બલકા, સોના મોતી, મનસીબેન લીમ્બા, શાંતાબેન ધના, કવિતાબેન સુરેશ, લલીત સામજી, રાયલીબેન હકલા, મંગુડીબેન સોના, રાજુ કાંતી તથા સુમિત્રાબેન સામજી તમામ જાતે કટારા એક સંપ થઇ મારક હથિયારો ધારણ કરી સોમવારનાર રોજ ગામમાં જ રહેતા રાકેશભાઇ લક્ષ્મણભાઇ ડામોરને સુરેશ લીમ્બા કટારાએ ગાળો બોલી કીકીયારીઓ કરી કહેલ કે જમીન બાબતે અમારા કુટુંબના માણસો ઉપર કેમ ફરિયાદ કરાવી હતી જેમાં અમને ખર્ચો થયો છે આપી દો તેમ કહેતા ફુલસીંગભાઇ તેરાભાઇ ડામોર પોતાની જીજે-20-એ-4087 નંબરની અલ્ટો કાઇ લઇ રોડ ઉપર ઉભેલા આરોપીઓને સમજાવવા ગયા હતા. ગાડી ઉભી રાખી અંદર બેસીને જમીન તેમના નામે છે તો તેમને ખેતી કરવા દો તેમ કહેતા તુ વચ્ચે કોઇ કહેવા વાળો કહી આને મારી નાખો તેમ કહી કુહાડીની મુંદર અલ્ટો ગાડી ઉપર મારી કાંચ તોડી નાખી નુકસાન કર્યુ હતું. તેમજ તમામ લોકોએ ગાડીને ઘેરી રોકી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

આ દરમિયાન ફુલસીંગભાઇ ડામેરે ગાડી ભગાવી મુકતા તમામ આરોપીઓ પાછળ પડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ દરમિયાન રાકેશભાઇ લક્ષ્મણભાઇ ડામોર આવી જતાં તેને પણ કુહાડીની મુંદર મારી ડાબા ખભાના બાવળા ઉપર ઇજા કરી તેમજ ઝપાઝપી કરી હતી. ઝપાઝપી દરમિયાન રાકેશભાઇના ખીસ્સામાંથી અંદાજે બે હજાર રૂપિયા પણ ક્યાંક પડી ગયા હતા. આ સંદર્ભે ફુલસીંગભાઇ તેરાભાઇ ડામોરે 6 મહિલા સહિત 16 લોકો સામે ફરિયાદ નોંધાવતાં રણધીકપુર પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...