• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Attack In Limkheda Tutaghati Saying 'he Is The One Who Called The Child Marriage Reform Workers In Our House', A Mob Of 13 Broke Up With Weapons

લગ્ન અટકાવવા મામલે ધિંગાણું:લીમખેડાના ટુટાઘાટીમાં 'તે જ અમારા ઘરે બાળ લગ્ન સુધારણાના કર્મચારીઓને બોલાવ્યાં છે' તેમ કહી હુમલો, 13નું ટોળુ હથિયારો લઈ તૂટી પડયું

દાહોદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સહિત ત્રણ લોકોને હથિયાર વડે તેમજ ગડદાપાટ્ટુનો માર માર્યો
  • લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ટુટાઘાટી ગામે લગ્ન પ્રસંગમાં બાળ લગ્ન સમાજ સુધારણાના કર્મચારીઓ આવ્યાં હતા. જેને લઈ આ કર્મચારીઓને બોલાવવા મામલે મહિલા સહિત 13ના ટોળાએ એક પરિવાર ઉપર હુમલો કર્યો હતો. એક મહિલા સહિત ત્રણ લોકોને હથિયાર વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવ્યું હતું. જેથી પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

લીમખેડા તાલુકાના ટુટાઘાટી ગામે રહેતાં સબુર પારસીંગભાઈ, રાજેશ સબુરભાઈ, રાકેશ સબુરભાઈ, પ્રકાશ સબુરભાઈ, રોહિત કાળીયાભાઈ, કાળીયા જેતુભાઈ, અરવિંદ બાબુભાઈ, સંજય બાબુભાઈ, કરણ નવલાભાઈ, રમેશ સીનીયાભાઈ, બદીયા સીનીયાભાઈ, સુકલીબેન સબુરભાઈ અને સવિતાબેન રાકેશભાઈ તમામે એકસંપ થઈ મારક હથિયારો સાથે ઘસી આવ્યાં હતા. ટુટાઘાટી ગામે ટેકરી ફળિયામાં રહેતાં લક્ષ્મણભાઈ બાબુભાઈ તડવીના ઘરે આવી તેમના પરિવારના દિનેશનભાઈને ગાળો બોલી કહેવા લાગ્યાં કે, તે અમારા ઘરનો લગ્ન પ્રસંગ બગાડવા સારૂં બાળ લગ્ન સમાજ સુધારણાના કર્મચારીઓને ફોન કરી બોલાવ્યાં છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ હુમલો કર્યો હતો. દિનેશભાઈને, સંજયભાઈને અને સંતીબેનને હથિયારો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવ્યું હતું.

આ સંબંધે લક્ષ્મણભાઈ બાબુભાઈ તડવીએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...