દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે હરિઓમ નગરમાં રહેતા અને મુળ રાજસ્થાનના પાલ્લી જિલ્લાના કલજી મહારાજનાના શિદાનરામ અમાનરામ દેવાસી તથા બરકતખાન જાલત ખાન બન્ને જણા જીસીબી લઇને સીંગાવલી ગો તેમની ટ્રક ફસાઇ ગયેલ હતી ત્યા જતા હતા.
તે દરમિયાન નળુ ગામે દુકાન ફળિયામાં નળુ ગામનો કટુભાઇ ઉર્ફે મનુભાઇ ગણપતભાઇ રાવળ જેસીબી આગળ આવી બિભત્સ ગાળો બોલવા લાગ્યો અને અમારી જમીનમાં પાઇપ લાઇન કાઢી તો અમને વળતર કેમ આપ્યું નથી તેમજ લેવલ બરાબર કર્યુ નથી તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ તેના હાથમાનુ ધારીયુ શિદાનરામ અમાનરામ દેવાસીના ડાબા હાથે મારતા લોહીલુહાણ થયા હતા.
તેમજ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત શિદાનરામ અમાનરામ દેવાસીને ધાનપુર સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. આ સંદર્ભે કટુ ગણપત રાવળ વિરૂદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.