દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામના રાહુલભાઇ શુકલાભાઇ ચરપોટ તથા તેના કાકા મગનભાઇ નાનાભાઇ ચરપોટ શુક્રવારના રોજ સાંજે અશ્વિનભાઇના ઘરે ચાંદલો આપવા જતા અશ્વિનભાઇએ કેમ અમારા ઘરે આવેલા છો તેમ કહી ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતાં શૈલેષ કાના ચરપોટે મગનભાઇને પકડી રાખી અશ્વિનભાઇએ ચરપોટે ધારીયાની પુઠ માથામાં તથા જમણા ખભાની પાછળ મારી રાહુલભાઇને પણ ધક્કો મારી નીચે પાડી દીધો હતો.
અને અશ્વિને ધારીયાની પુઠ માથાના ભાગે મારતાં રાહુલે બુમાબુમ કરતાં પંચાયતના મકાનેથી આવી દિપકભાઇ વાલસીંગભાઇ ચરપોટ તથા હર્ષદભાઇ હેમતભાઇ ચરપોટે વધુ મારથી છોડાવ્યા હતા. હુમલાખોર બન્નેએ પાછા ઘરે આવશો તો જાનતી મારી નાખીશુ તેવી ધમકીઓ આપી હતી. ઇજાગ્રસ્ત કાકા ભત્રીજાને સુખશર સરકારી દવાખાને સારવાર માટે લઇ જઇ ઇજાગ્રસ્ત રાહુલની પત્ની મીનાક્ષીબેને બન્ને હુમલાખોરો વિરૂદ્ધ સુખસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.