તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિનેશન:દાહોદમાં ગોદીરોડ ખાતે 906 જણે કોરોના વેક્સિનેશનનો લાભ લીધો

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 318 લાભાર્થીઓએ રસીકરણ સર્ટીફિકેટમાં સુધારો કરાવ્યો

દાહોદ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા તારીખ 13 જૂન 2021ને રવિવારે આ વિસ્તારના કાઉન્સિલર લખનભાઈ રાજગોરના કાર્યાલય ખાતે કોરોના વેક્સિનેશનનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

શહેરના ગોદીરોડ વોર્ડ નં.1 ખાતે આરોગ્ય વિભાગના સૌજન્યથી આયોજિત આ કેમ્પમાં 18 વર્ષથી વધુ વયના 767 લાભાર્થી તથા 45થી વધુ વયના 139 લાભાર્થી મળી કુલ 906 લોકોએ નિ:શુલ્ક વેક્સિનેશન કરાવી લાભ લીધો હતો. તો સાથે 318 જણે રસીકરણ સર્ટીફિકેટમાં સુધારાનો લાભ લીધો‌ હતો. જોકે કેમ્પમાં સોશિયલ ડિસ્ટન્સનું જરાય પાલન નહીં થયું હોવાની પણ ફરિયાદો ઉઠી હતી.

જિલ્લામાં કોરોનાનો નવો એકપણ કેસ નહીં
દાહોદ જિલ્લામાં સોમવારે કોરોનાના નવા એકેય કેસ નોંધાયા ન હતા. દાહોદ જિલ્લામાં સોમવારે Rtpcr ટેસ્ટના 826 સેમ્પલો અને રેપીડના 457 સેમ્પલો પૈકી તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ હોવાનું નોંધાયું હતો. તારીખ 14 જૂન-2021ના રોજ દાહોદ જિલ્લામાં નોંધાયા મુજબ જિલ્લામાં સાજા થયેલા વધુ 7 લોકોને ડિસ્ચાર્જ કરાતા હવે એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને માત્ર 10 જ થઈ જવા પામી છે. જૂન માસમાં કુલ 5 વખત શૂન્ય કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...