તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:દાહોદના ઉસરવાણમાં રાજ્યસભાના ભુતપૂર્વ સાંસદની ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા

દાહોદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફર્નિચર અને વીજ ઉપકરણો મળી રૂ.3.41 લાખનો સામાન ચોરી ગયા

દાહોદના ઉસરવાણમાં રાજ્યસભાના ભુતપૂર્વ સાંસદની ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા હતા. મૂળ પંચમહાલના અને રાજ્યસભાના માજી સાંસદની દાહોદ તાલુકાના ઉસરવાણમા આવેલા શોપીંગ સેન્ટરમાં ઓફિસ છે. આ ઓફિસમાં અજાણ્યા તસ્કરોએ હાથફેરો કરી કુલ રૂ.3,41,500ના મુદ્દામાલનો હાથફેરો કરી ચોર ઈસમો નાસી જતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ડાઈનીંગ ટેબલ તોડી નાંખી તથા સામાન ચોરી કરી ફરાર થયા

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં રહેતાં ગોપાલસિંહ સોલંકી માજી રાજ્યસભાના સભ્યની દાહોદ તાલુકાના ઉસવાણ ગામે પુષ્પક કોમર્શીયલ શોપિંગ સેન્ટની ઓફિસમાં અજાણ્યા ચોર ઈસમોએ ઓફિસમાંથી પંખા, ટ્યુબલાઈટ, વાયરીંગનો ખેંચાતાણ કરી, સ્વીચ બોર્ડ, ટેબલ, ખુરશી, સોફાસેટ, ગાદી, તકીયા, ચાદરોની ચોરી તેમજ ડાઈનીંગ ટેબલ તોડી નાંખી વિગેરે અનેક સામાન ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંદાજે કુલ રૂ.3,41,500ની મતાની કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ જતાં આ સંબંધે ગોપાલસિંહ જી. સોલંકી દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...