કાર્યવાહી:ચિત્રોડીયા ગામે અલ્ટોમાં હેરાફેરી કરાતા રૂ. 38 હજારના દારૂ સાથે ચાલક ઝડપાયો

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જુનીધરીનો એક ઝડપાયો, ખેડાનો યુવક ફરાર; રૂ1,80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

દાહોદ એસપી દ્વારા મંગળવારે આપેલી દારૂની સ્પેશીયલ ડ્રાઇવ દરમિયાન એલ.સી.બી.એ ઝાલોદના ચિત્રોડીયા ગામેથી અલ્ટો ગાડીમાં હેરાફેરી કરતા 30,720ના દારૂ સાથે પંચમહાલના જુનીધરાના ચાલકને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની સાથેનો ખેડાનો યુવક નાસી ગયો હતો. જથ્થો તથા અલ્ટો ગાડી મળી કુલ 1,80,720 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ વિરૂદ્ધ ઝાલોદ પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. દાહોદ એસ.પી. બલરામ મીણાએ મંગળવારના રોજ જિલ્લામાં દારૂની સ્પેશીયલ ડ્રાઇવનું આયોજન કર્યુ હતું.

જે અનુસંધાને એલ.સી.બી.ની ટીમ ઝાલોદ તાલુકામાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન જીજે-06-એચડી-8970 નંબરની અલ્ટોમાં દારૂનો જથ્થો ભરી ચિત્રોડીયા ગામ થઇને ઝાલોદ તરફ આવવાના હોવાની બાતમી એલ.સી.બી. પીઆઇ બી.ડી.શાહને મળી હતી. જેની જાણ કરતા એલ.સી.બી.ની ટીમ ચિત્રોડીયા ગામે રોડ ઉપર ગાડીની વોચમાં હતા. તે દરમિયાન અલ્ટો આવતા કોર્ડન કરી ઉભી રાખવતાં ચાલક પોલીસને જોઇ ગાડી દુર ઉભી રાખી ગાડીમાંથી બે ઇસમો ઉતરીના ભાગવા જતાં એલ.સી.બી.ની ટીમે દોડીને પંચમહાલના જુનીધરીના દિલીપકુમાર કાંતિ માછીને પોલીસે ઝડપી પાડ્યો હતો.

જ્યારે ખેડા જિલ્લાના સાંગોલનો અજય પરમાર નાસી ગયો હતો. અલ્ટોમાં તલાસી લેતાં ઇંગ્લિશ દારૂ તથા ટીન બીયરની 7 પેટીઓ છુટક બોટલ જેમાં કુલ 30,720 રૂપિયાની કુલ 228 બોટલો મળી આવી હતી. જથ્થો તથા હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી 1,50,000 રૂ. અલ્ટો ગાડી મળી કુલ 1,80,720 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા ચાલક સહિત નાસી ગયેલા યુવક તથા જથ્થો ભરી આપનાર મુનખોસલા ગામનો સંજય ગેંદાલ વસૈયા મળી ત્રણ વિરૂદ્ધ એલ.સી.બી.ના અલ્કેશભાઇ મોગાભાઇએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...