તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિવારની પડખે:ઝાલોદ સંજેલી તાલુકામાં મૃત્યુ પામેલા 16 પ્રાથમિક શિક્ષકોના પરિવારોને 10-10 લાખની સહાય

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સહિતના કારણોથી મૃત્યુ પામનારા શિક્ષકોના પરિવારોની પડખે આવ્યુ ઝાલોદ તાલુકા શિક્ષક સહાયક મંડળ જિલ્લામાં હાલમાં કોરોના સહિતની બીમારીઓથી 36 શિક્ષકોના મૃત્યુ થયા છે

દાહોદ જિલ્લામાં કોરોના કાળમાં કોરોના તેમજ અન્ય કારણોસર કુલ 36 જેટલા પ્રાથમિક શિક્ષકોનાં મૃત્યુ નીપજી ચુક્યા છે.તે પૈકીના ઝાલોદ અને સંજેલી તાલુકાના 16 શિક્ષકોના પરિવારજનોનો શિક્ષક સહાયક મંડળ તરફથી 10-10 લાખ રુ. સહાય ચુકવવામાં આવી છે.જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ આવી જ રીતે શિક્ષક સહાયક મંડળ શરુ કરવામાં આવશે.

ઝાલોદ તાલુકામાં પ્રાથમિક શિક્ષકોનો શિક્ષક સહાયક મંડળ કાર્યરત છે. આ મંડળ તાલુકાના શિક્ષકો પાસેથી જ ભંડોળ એકઠું કરે છે અને મંડળના સભ્ય હોય તેવા કોઇ પણ શિક્ષક ફરજ દરમિયાન મૃત્યુ પામે તો તેમના પરિવારજનોને 10 લાખ રુ જેટલી માતબર સહાય ચુકવવામાં આવે છે.હાલમાં ઝાલોદ અને સંજેલી તાલુકાના આવા 16 જેટલા શિક્ષકો કોરોના તેમજ અન્ય બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા હતા.તે તમામના પરિવારજનોને 10-10 લાખ રુ સહાય સહાયક મંડળ દ્રારા ચુકવવામાં આવી છે.આમ મૃતકના પરિવારજનોને નિયમ પ્રમાણે પેન્શન સહિતના નાંણાકીય લાભ તો મળશે જ ત્યારે તેના સિવાય પણ 10 લાખ રુ જેટલી માતબર રકમની સહાય નોંધપાત્ર છે અને ઉપયોગી પણ નીવડશે.

દાહોદ જિલ્લામાં ઘણે ઠેકાણે તાલુકા ટીચર્સ કોઓપરેટીવ ક્રેડીટ સોસાયટીઓ પણ ચાલે છે અને તેના દ્રારા પણ આવી મરણોત્તર સહાય ચુકવાય છે.જિલ્લામાં હાલમાં જ કોરોના તેમજ અન્ય કારણોસર 36 જેટલા પ્રાથમિક શિક્ષકો ફરજ દરમિયાન મૃત્યુ પામ્યા હોવાની જાણકારી મળી છે ત્યારે સિક્ષક સહાયક મંડળ અથવા ક્રેડીટ સોસાયટીઓ તેમના પરિવારજનોની વ્હારે આવશે.

ઝાલોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સોસાયટીમાં યોજાયેલા આ ત્રિવેણી કાર્યક્રમમાં મૃતકોને શ્રધ્ધાંજંલિ આપી સહાય ચેક વિતરણ કર્યા હતા.ઉપરાંત દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા પણ યોજાઇ હતી. વધ ઘટ બદલીથી બીજા તાલુકામાં ગયેલા શિક્ષકોને વધ પરત કેમ્પ કરી માતૃ તાલુકાનો લાભ મળે,એચ.ટાટ શિક્ષક મિત્રોની બદલી તથા અન્ય લાભો જલદી પ્રાપ્ત થાય, સાતમા પગાર પંચના લાભો મળે,સી.પી.એફ. ,વાળા શિક્ષકોને જૂની પેંશન યોજનાનો લાભ મળે, 10 વર્ષ વાળા શિક્ષકોને જિલ્લા આંતરિક બદલીમાં લાભ મળે, અરસ પરસ બદલીમાં વતનને દૂર કરવામાં આવે ..જિલ્લા ફેર બદલી 100 % છુટા કારવામાં આવે તે વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા,મહામંત્રી સતીષભાઇ પટેલ કાર્યાધ્યક્ષ પ્રમુખપ્રભાતસિંહ ખાંટ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ,દાહોદ જિલ્લા સંઘના પ્રમુખ સરતનભાઇ કટારા,મહામંત્રી હસમુખ પંચાલ તેમજ જિલ્લાના તાલુકા ઘટકોના મુખ્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...