તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર સક્રિય:દાહોદમાં પાઇપો નાખ્યા બાદ કરાયેલા પુરણને વ્યવસ્થિત કરી ડામર-RCC પેચવર્કના આદેશ

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દાહોદ શહેરમાં સ્માર્ટસિટીના ત્રણ પોજેક્ટ અંતર્ગત કરાયેલા કામ બાદ પુરણને સરખુ કરીને પેચવર્કની 
કામગીરીનો શહેરમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. - Divya Bhaskar
દાહોદ શહેરમાં સ્માર્ટસિટીના ત્રણ પોજેક્ટ અંતર્ગત કરાયેલા કામ બાદ પુરણને સરખુ કરીને પેચવર્કની કામગીરીનો શહેરમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે.
  • સ્માર્ટ સિટી હેઠળ ચાલતાં પ્રોજેક્ટસમાં તંત્ર સક્રિય
  • મંગળવારથી જ કામગીરીનો પ્રારંભ કરાયો, ચોમાસામાં ખાડા પડવાની સમસ્યા હળવી થશે

દાહોદ ખાતે સ્માર્ટસીટી અંતર્ગત ચાલી રહેલા પ્રોજેક્ટોમાં વરસાદી પાણીને જળાશયમાં એકત્રિત કરવાના સ્ટ્રોમ વોટર, ઘરના દુષિત પાણીનો યોગ્ય નિકાલ અને શુદ્ધિકરણ માટેનો સીવરેજ અને પીવાનું શુદ્ધ પાણી અને પાણી વિતરણ વ્યવસ્થા મીટર અંગેના વોટર સપ્લાય માટે પાઇપો નાખવાની કામગીરી શરૂ કરાઇ હતી. જોકે, આખા શહેરમાં ત્રણે પ્રોજેક્ટ અંતર્ગત એક સાથે ખોદકામ બાદ પુરણ પણ કરાયુ હતુ પરંતુ ખાડામાં ફરીથી પુરાયેલી માટી ચોમાસામાં બેસી જતાં મોટા ખાડા પડવાની દહેશત વર્તાઇ રહી હતી.

આ મુદ્દો ભાસ્કરે ઉઠાવીને ચોમાસા દરમિયાન આપદા પડી શકે છે તેવુ તંત્રનું ધ્યાન દોર્યુ હતું. ત્યારે મામલે ચોમાસાની પરીસ્થિતિ જોતા ત્રણે પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થવા સાથે જ પેચવર્ક કરવાના એજન્સીઓને આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત જ્યાં કામ પૂર્ણ થઇ ગયુ છે અને માત્ર માટીથી જ પુરણ કરાયુ છે ત્યાં પણ પેચવર્કનું જણાવાયુ હતું.

જેથી મંગળવારના રોજથી આરસીસી રસ્તે ખોદકામ થયું હોય તો તની ઉપર આરસીસી પેચવર્ક અને ડામર હોય તો તેની ઉપર ડામરનું પેચવર્ક કરવાનું પણ નક્કી પ્રકારનો રસ્તો હતો તે પ્રકારનું જ પેચવર્ક કરવાની કામગીરીનો ધમધમાટ જોવા મળ્યો હતો. આ પેચવર્ક બાદ પણ શક્ય છે ખાડા પડે પરંતુ જો ખાડામાં માટી જ ભરેલી રહેતી તો ચોમાસામાં નર્કાગાર જેવી પરીસ્થિતિનું નિર્માણ થતુ તે નક્કી હતું. જોકે, આ પેચવર્કથી ચોમાસામાં પ્રજાને થોડીક રાહત મળશે તેમ જોવાઇ રહ્યું છે.

માટી વાળા રસ્તે સમસ્યા યથાવત રહેશે
જે પ્રકારનો રસ્તો હશે તે પ્રકારનું પેચ વર્ક કરાઇ રહ્યું છે ત્યારે દાહોદ શહેરમાં કેટલીક સોસાયટી એવી પણ છે જ્યાં હાલ કાચ રસ્તા છે. ત્યારે અહીં પુરણ ઉપર ડામર કે આરસીસી પેચવર્ક કરાય તેવું લાગતું નથી. અહીં માટીને જ સરખી કરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે. ત્યારે આવી સોસાયટીઓને કદાચ આપદા વેઠવી પડે તેમ જોવાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...