દાહોદ શહેરમાં રહેતાં એક સાયકલીસ્ટે નવી દિલ્હીથી નેપાળના કાઠમંડુ સુધીની 1044 કિલો મીટરની સાયકલ રાઈડ 6 દિવસમાં સફળતા પુર્વક પાર કરી હતી. આ સાયકલ રાઈડ બાદ નેપાળના નાયબ સ્પીકર દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યાં હતાં. આખા ભારત દેશમાં દાહોદના આ યુવક સાથે કુલ 7 સાયકલ રાઈડર્સે આ સાયકલીંગમાં ભાગ લીધો હતો. જેમા ગુજરાતમાંથી એક માત્ર આ જ દાહોદના સાયકલિસટ હતા.
દાહોદ શહેરમાં રહેતાં અને સાયકલીંગનો શોખ ધરાવતાં આસીફભાઈ મલવાસી સાથે ભારત દેશના કુલ 7 સાયકલીસ્ટ દ્વારા તારીખ 20મી ફેબ્રુઆરીના રોજ સવારે નવી દિલ્હીથી નેપાળના કાઠમંડુ સુધીની સફરે નીકળ્યા હતા.1044 કિલો મીટરની સાયકલ રાઈડ 6 દિવસમાં સફળતાપુર્વક પાર કરી તેઓ કાઠમંડુ પહોંચ્યા હતા.
વાઘ અભ્યારણ્યો નેપાળની મિલેટરી સાથે પાર કર્યા
દાહોદના સાયકલીસ્ટ આસીફભાઈ પાસેથી જાણવા મળ્યા અનુસાર, દિલ્હીથી રૂદ્રપુરથી બનબાસા (ભારત-નેપાળ બોર્ડર) થઈને ચીસાપાની, બરડિયા નેશનલ વાઈલ્ડ લાઈફ પાર્ક સુધીની રાઈડ શરૂં થઈ હતી. લહામી (ભગવાન બુધ્ધનું જન્મ સ્થળ) - બુટવાલ - નારાયણગઢ - ચુમસિંગતાર થઈને કાઠમંડુ સુધી પહોંચ્યાં હતાં. આ રાઈડ દરમ્યાન પાંચ નદીઓ પાર કરી હતી. ભારતમાં યમુના, ગંગા અને ગોમતી અને નેપાળમાં કરમાલી અને નારાયણી નદીને પાર કરી આ સાયકલીંગ કરી હતી.
રૂટ ખુબજ સુંદર અને રમણીય હતો. જંગલો અને નેશનલ પાર્ક જ્યાં ખુબ ખુંખાર વાઘ અને અન્ય વાઈલ્ડ એનિમલ હોય ત્યાંથી પસાર થઈ અને સાયકલીંગ રાઈડ કરી હતી. જંગલ વિસ્તારમાંથી સાયકલીંગ દરમ્યાન સ્થાનીક મીલીટ્રીનો સારો સાથ સહકાર રહ્યો હોવાનું આસીફભાઈ જણાવ્યું હતું.
ઠેર ઠેર સ્વાગત કરાયું,નેપાળના નાયબ સ્પીકરે સન્માન કર્યુ
સાયકલીંગ દરમ્યાન ટેરીન ખુબજ અઘરી હતી અને રસ્તાઓ ખરાબ અને ખતરનાક હતા. જેને કારણ દરરોજ નવા પડકારોનો સામનો કરવો પડતો હતો. ભારત તેમજ નેપાળમાં વિવિધ સ્થળોએ સાયકલીંગ ક્લબો દ્વારા, સ્થાનીક લોકો દ્વારા, બાળકો, મહિલાઓ અને સ્થાનીક નેતાઓ દ્વારા સાયકલ રાઈડર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નેપાળના ઈન્દિરા રાણામગર (નેપાળના પ્રતિનિધિ, નેપાળના ગૃહના ઉપાધ્યક્ષ) તરફથી સાયકલ રાઈડર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાયકલ રાઈડનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને નેપાળ દેશ વચ્ચે મિત્રતા વધારવા, હેલ્થ અને અવરેને, ઝીરો ફુડ વેસ્ટેજના સંદેશા સાથે આ સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.