• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • As The Prices Of Summer Crop Mugs Are Getting Less To The Farmers, The Government Has Fixed The Support Price At Rs. 7275 Per Quintal Declared, Dahod District Agriculture Officer Released The List

ખેડૂતોને રાહત:ઉનાળુ પાક મગના ભાવ ખેડૂતોને ઓછા મળતા હોવાથી સરકારે ટેકાનો ભાવ રૂ. 7275 પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો, દાહોદ જિલ્લા ખેતીવાડી અધિકારીએ યાદી જાહેર કરી

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એપીએમસીઓમા કિંમત ન મળતાં સરકારે નિર્ણય કર્યો

ભારત સરકારે વર્ષ 2021 માટે મગ પાક માટે ટેકાનો ભાવ રૂ. 7275 પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યો છે. હાલ વિવિધ એપીએમસી ખાતે મગ પાકનો સરેરાશ બજાર ભાવ નિયત થયેલા ટેકાનો ભાવ રૂ. 7275 પ્રતિ ક્વિન્ટલ કરતા ઓછો હોઇ રાજ્યના ખેડૂતોને આર્થિક નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવનાર છે.

20 જુલાઇ સુધી નોંધણી કરાશે,21મીથી ખરીદી શરુ
ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી નાફેડ થકી રાજ્ય સરકાર નિયુક્ત રાજ્ય નોડલ એજન્સી ઇન્ડીએગ્રો કોન્સોટીયમ પ્રોડયુસર કંપની લી. મારફત કરાશે. ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે તા 20 જુલાઇ દરમ્યાન ખેડૂત નોંધણી અને તા. 21 જુલાઇથી ભારત સરકાર તરફથી મળેલી મંજૂરીને આધિન ખરીદી શરૂ કરવામાં આવશે.

નોંધણી ગ્રામ્ય કક્ષાએથી નિ:શુલ્ક કરાશે
ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પરથી વીસીઇ મારફતે કરવામાં આવશે. નોંધણી માટે ખેડૂતોએ કોઇ ચાર્જ ચુકવવાનો રહેશે નહી.

નોંધણી ઓનલાઈન જ થશે, ઓફલાઈન નોંધણી નહી થાય
નોંધણી માટે દસ્તાવેજો જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમુના 7 ની નકલ, ઉનાળુ 21-22 માં મગના વાવેતર અંગે ગામ નમુના 12 માં પાકની નોંધ અથવા પાકની વાવણી અંગેનો તલાટીનો દાખલો, બેન્ક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેકની નકલ ખેડૂત સાથે રાખી આપવાની રહેશે. નોંધણી માટે મોબાઇલ ફોન નંબર ફરજીયાત છે અને નોંધણી ઓટીપી આધારિત રહેશે. કોઇ પણ સંજોગોમાં ઓફલાઇન નોંધણી કરવામાં આવશે નહી. તેમ દાહોદનાં જિલ્લા ખેતીવાડી અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...