તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:સંજેલીમાં ફોર્મ ચકાસણી પૂર્ણ થતાં જ કોંગ્રેસના ઉમેદવારો ભૂગર્ભમાં, કોંગ્રેસમાં ગાબડું પડતું રોકવા પક્ષે ઉમેદવારોને ભૂગર્ભમાં ઉતારી દીધા

દાહોદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તાલુકા પંચાયતને કબજે કરવા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા એડીચોટીનું જોર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારીની ચકાસણી પ્રક્રિયા તારીખ 15ના રોજ કરવામાં આવી હતી. આ ચકાસણી અંતર્ગત સંજેલી તાલુકાના ઉમેદવારોના ફોર્મ મંજૂર થતાંની સાથે જ ઉમેદવારો ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. આ ઘટના સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો હતો.સંજેલી તાલુકામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જાહેરનામાથી જ રાજકીય માહોલ ગરમાયો છે. નારાજ કાર્યકર્તાઓ પણ આ વખતે ચુંટણીમાં મોટુ ફેક્ટર બનશે તેવું તાલુકામાં ચર્ચામાં રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા જિલ્લાની બે અને તાલુકાની 16 બેઠકો પર દાવેદારી નોંધાવી હતી. પરંતુ સોમવારે તમામ બેઠકોની ચકાસણી પૂર્ણ થઇ હતી. મંગળવારના રોજ ઉમેદવારોનું ચિત્ર વધુ સ્પષ્ટ થઈ થઇ જશે.

તારીખ 16મીને મંગળવારના રોજ ઉમેદવારી પરત ખેંચવાની તારીખને લઇ કોંગ્રેસમાં કોઇ બેઠકોમાં ગાબડું ન પડે જેના બીકથી કોંગ્રેસ પ્રમુખ દ્વારા તાલુકાની તમામ જિલ્લા તેમજ તાલુકા પંચાયત બેઠકોના ઉમેદવારોને એક દિવસ માટે ભૂગર્ભમાં ઉતારી દીધા હોવાનું જાણવા મળતાં નગર સહિત સમગ્ર તાલુકામાં ચર્ચાએ જોર પકડ્યું છે. જ્યારે હાત તો આગામી યોજાનારી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા તાલુકા પંચાયતને કબ્જે કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. જેના કારણે સંજેલીમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

એક દિવસ માટે સલામત જગ્યાએ ખસેડાયા છે
સંજેલી તાલુકાની 16 બેઠકો જીલ્લાની 2 બેઠકો મળી કુલ 18 ઉમેદવારોના આજે ફોર્મ ચકાસણી પૂર્ણ થતાં ઉમેદવારો સાથે કોઇ તોડજોડ ન થાય તે માટે તેમને એક દિવસ માટે સેફ જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. >ભુરસીંગભાઇ તાવિયાડ,કૉગ્રેસ પાર્ટી પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો