• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Arrest Warrants Against 10 Teachers Of Dahod, 12 Teachers Of Fatehpura And 7 Teachers Of Zhalod Who Were Absent In Election Duty.

કાર્યવાહી:ચૂંટણી ફરજમાં ગેરહાજર દાહોદના 10, ફતેપુરાના 12, ઝાલોદના 7 શિક્ષકો સામે ધરપકડ વોરંટ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી -2021 અંતર્ગત શિક્ષકોને લોક પ્રતિનિધિત્વ ઘારો -1951 ની કલમ 26,27,28,28(અ અને ગુજરાત પંચાયત અધિનિયમ -1993ની કલમ 15 હેઠળ ગુજરાત પંચાયત ચૂંટણી અધિનિયમો -1994ના નિયમ -7 હેઠળ નિમણૂંક કરી હતી. દાહોદ તાલુકામાં 10, ઝાલોદમાં 7 અને ફતેપુરા તાલુકામાં 12 શિક્ષકો ચૂંટણી ફરજ ઉપર હાજર રહ્યા ન હતાં. તેમનો સંપર્ક કરવા છતાં હાજર ન રહી રાજય ચૂંટણી આયોગની સુચનાનો અમલ નહીં કરતાં લોક પ્રતિનિધિત્વ ઘારા -1951ની કલમ -134 મુજબ ચૂંટણીને લગત હુકમનો ભંગ કર્યો હોવાનું જણાયુ હતું. મામલતદારના હુકમનું પાલન નહીં કરતાં મુંબઇ જમીન મહેસુલ અધિનીયમ કલમ -25 મુજબ હુકમનું પાલન ન કરે ત્યાં સુધી અથવા સદર હું અધિનીયમ કલમ -25ની જોગવાઇઓ મુજબ તે પોતાને છુટકારો ન મેળવે ત્યાં સુધી તેને દિવાની જેલમાં કેદ રાખવાનો હુકમ કરયો હતો. ધરપકડ વોરંટ કાઢીને અટકાયત કરીને મામલતદાર સમક્ષ રજૂ કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...