ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ મથકના પી.એસ.આઇ. એન.પી.સેલોત તથા સ્ટાફ દિવાળી તહેવાર અનુસંધાને વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ફતેપુરાથી જીજે-20-એન-2094 નંબરની સ્વીફ્ટ ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી સરસ્વા ગામ થઇને ગવાડુંગરા તરફ જતા રસ્તે નીકળવાનો હોવાની બાતમી મળી હતી. પી.એસ.આઇ.ને મળેલી બાતમી આધારે સરસવાપૂર્વ ગામે રોડ ઉપર વોચમાં હતા.
તે દરમિયાન બાતમી વાળી સ્વીફ્ટ ગાડી આવતાં તેને ઉભી રાખવાનો સંકેત કરતાં ચાલકે ગાડી ઉભી ન રાખી ભગાવી મુકતાં પોલીસે પીછો કરી થોડે દૂર કોર્ડન કરી ગાડીને રોકીતાં ચાલક દરવાજો ખોલી ભાગવા જતાં પોલીસે પંચમહાલ જિલ્લાના મોરવાહડફના દેલોચ ગામના ગીરીશ ઉર્ફે ગીરીયો છત્રસિંહ રાઠોડને પકડી પાડ્યો હતો.જ્યારે ગાડીમાં તલાસી લેતાં રાજસ્થાનના ફળવા ગામના રમેશભાઇ દેવીલાલ કલાલના ઠેકા ઉપરથી ભરી લાવેલો વિદેશી દારૂની નંગ 240 તથા ટીન બીયરની નંગ 168 બોટલ મળી કુલ 408 બોટલ જેની કુલ કિંમત રૂા.37,200નો જથ્થો મળી આવ્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.