કાર્યવાહી:નવાગામ ચાર રસ્તેથી દારૂ લઇ આવતાં રિક્ષા ચાલકની ધરપકડ

દાહોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રૂ.55 હજારનો જથ્થો-રિક્ષા મળી કુલ રૂ. 80,200નો મુદ્દામાલ જપ્ત

દાહોદ તાલુકાના નવાગામેથી મધ્યપ્રદેશથી દારૂ-બિયરનો જથ્થો લઇને આવતાં રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો. 55,200નો જથ્થો તથા રિક્ષા મળી કુલ રૂ.80,200નો મુદ્દામાલ જપ્ત કરી ચાલક સહિત બે સામે પોલીસે કાર્યવાહી કરી હતી. દાહોદ તાલુકાના કતવારા પોલીસ મથકના પીએસઆઇ સહિતનો સ્ટાફ ગતરાત્રીના સમયે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એમ.પી. ગોવાળીપત્રા તરફથી એક નંબર વગરની રિક્ષામાં વિદેશી દારૂ ભરી નવાગામ તરફના રસ્તે આવતો હોવાની બાતમી પીએસઆઇ જે.બી.ધનેશાને મળતાં સવારે 8.30 વાગ્યાના અરસામાં નવાગામ ચોકડી ઉપર વોચમાં હતા.

તે દરમિયાન સામેથી આવતી એક રિક્ષા ચાલકે પોલીસને જોઇ થોડે દૂર ઉભી કરી રિક્ષા મુકી ભાગવા જતાં પોલીસે દોડીને રાબડાળ ગામના કલારા ફળિયાના સંજયભાઇ દિપુભાઇ કલારાને પકડી પાડ્યો હતો. જ્યારે રિક્ષામાં તલાસી લેતાં ગોવાળીપત્ર ગામના પીદીયાભાઇ રત્નાભાઇ સંગાડા પાસેથી ભરી લાવેલ વિદેશી દારૂની 11 પેટીઓ જેમાં ટીન બિયર તથા કાચના ક્વાટર મળી કુલ નાની મોટી 384 બોટલો રૂપિયા 55,200ની મળી આવી હતી. જથ્થો તથા 25 હજારની રિક્ષા મળી 80,200ના મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ રિક્ષા ચાલક સહિત બે સામે કતવારા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...