તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ટેમ્પોમાં કતલ માટે લઇ જવાતા 3 ગૌવંશ સાથે ડ્રાઇવરની ધરપકડ

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પીપેરોના ખાટકી ઇરફાન તથા સિકંદર ઘાંચી નાસી ગયા
  • 1.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ સામે ગુનો કરાયો

દેવગઢ બારિયાના વાકલેશ્વર રોડ પરથી કતલ માટે ધાનપુર તરફ લઇ જવાતા ત્રણ ગૌવંશ ભરેલા ટેમ્પો સહિત ડ્રાઇવરને ઝડપી પાડ્યો હ તો. જ્યારે બે વ્યક્તિઓ ભાગી ગયા હતા. દેવગઢ બારિયા પોલીસે 1.35 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ ત્રણ સામે કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત વિગત અનુસાર ગૌરક્ષકોને ધાનપુર તાલુકાના પીપેરો ગામના ઇરફાન ઈસ્માઈલ ઘાંચી તથા સિકંદર ઈસ્માઇલ ઘાંચી જીજે-09-ઝેડ-0470 નંબરના ટાટામાં ગૌવંશ કતલ માટે લાવતાં હોવાની બાતમી મળતાં ગૌરક્ષકોએ આ અંગેની જાણ દેવગઢ બારીયાનાર પી.એસ.આઈ એન.જે. પંચાલને કરી હતી.

જેથી પી.એસ.આઇ.એ તથા સ્ટાફ વાકલેશ્વર રોડ ઉપર વોચમાં હતા. ત્યારે સવા સાત વાગ્યાના અરસામાં બાતમી વાળો પોલીસ કર્મીઓએ ઘેરી લેવાની કોશીસ કરતા ઈરફાન ઈસ્મા ઘાંચી તથા સિકંદર ઈસ્માઈલ ઘાંચી ગાડીમાંથી ઉતરી નાસી ગયા હતા. જ્યારે ટેમ્પોના ડ્રાઇવર પીપેરો ગામના કલ્પેશ બાબુ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો. ટેમ્પોમાં તપાસ કરતાં ઘાસ ચારો તથા પાણીની વ્યવસ્થા વગર કુરતા પૂર્વક દોરડા વડે બાંધી રાખેલા ત્રણ ગૌવંશ જોવા મળ્યા હતા.

પોલીસે રૂા.૩૦,૦૦૦ ના પશુ તથા એક લાખની કિંતનો ટેમ્પો તથા ડ્રાઇવર પાસેથી 5000ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ 1,35,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ડ્રાઇવર પીપેરો ગામના કલ્પેશ બાબુ પ્રજાપતિ, ઈરફાન ઈસ્માઈલ ઘાંચી તથા સિકંદર ઈસ્માઈલ ઘાંચી વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી ત્રણે ગૌવંશને નજીકની ગૌશાળામાં મોકલી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...