કાર્યવાહી:નાના શરણૈયાથી કારમાંથી 85 હજારના દારૂ સાથે ચાલક સહિત 2ની ધરપકડ

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જથ્થો તથા બે મોબાઇલ અને કાર મળી રૂપિયા 5,87,940 નો મુદ્દામાલ જપ્ત

ફતેપુરા તાલુકાના નાના શરણૈયા ગામે વોચ ગોઠવી 85 હજાર ઉપરાંતના દારૂના જથ્થા સાથે કાર ચાલક સહિત બેને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક વ્યક્તિ નાસી ગયો હતો. 5,87,940 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પાંચ સામે ફતેપુરા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ઝાલોદ મદદનીશ પોલીસ અધિક્ષકને દારૂની બાતમી મળતા તેમની ટીમે ગત મોડી ફતેપુરા તાલુકાના નાના શરણૈયા ગામે વોચ ગોઠવી હતી.

તે દરમિયાન બાતમીમાં દર્શાવેલ જીજે-02-ડીઈ-8401 નંબરની સ્કોર્પીયો ગાડી આવતાં જ પોલીસે તેને ઘેરી ગાડીમાં ત્રણ પૈકી સંધીકપુર ગામના સંગાડા ફળિયાના રમેશ માવસીંગ રાવત તથા લીમખેડાના મોટાહાથી ધરા ભરવાડ ફળીયાના અનીલ રમણ મકવાણાને ઝડપી પાડ્યા હતા. જ્યારે રંધીકપુરનો જયેશ સરતન સંગાડા અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો. ગાડીમા તલાસી લેતાં 51,840 રૂપિયાની બીયરની 18 પેટી તથા 20,160ની દારૂ પાઉચની 6 પેટી, તથા 13,440ની કાચના હોલ 2 પેટી મળી કુલ 85,440ની કુલ નાની મોટી 816 બોટલો મળી આવી હતી.

ઝડપાયેલા બન્નેની પુછપરછ કરતાં રાજસ્થાનના આનંદપુરીના સરકારી દારૂના ઠેકા ઉપરથી જથ્થો ભરી સીંગવડના મુનાવાણી ગામના પીન્ટુ રાજસીંગ બારીયાને આપવા લઇ જતા હોવાનું જણાવ્યું હતું. જથ્થો તથા બે મોબાઇલ અને હેરાફેરીમાં વપરાયેલ ગાડી મળી કુલ 5,87,940ના મુદ્દામાલ સાથે ચાલક સહિત બેની ધરપકડ કરી કુલ પાંચ લોકો વિરૂદ્ધ ફતેપુરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...