રજૂઆત:દાહોદમાં મહિનામાં 25થી વધારે લોકોની વીજભાર વધારવા MGVCLમાં અરજી

દાહોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 ટનનું AC હોય તો 1500 વોટ અને દોઢ ટન માટે 1800 વોટનો લોડ પડે છે
  • ઘર વપરાશ માટે 6 કિ.વોટ, થ્રી ફેઇઝ માટે તેનાથી વધુ વીજભાર અપાય છે

દાહોદ શહેરમાં સંખ્યાબંધ ઘરોમાં જુના વીજભાર મુજબ જ કનેક્શન ચાલુ હોવાથી ઉનાળામાં વધુ વીજ વપરાશને કારણે કેટલાંક વિસ્તારોમાં લો વોલ્ટેજની સમસ્યા સર્જાઇ રહી છે. કેટલાંક લોકો ઘરમાં વધારાના વીજ ઉપકરણ હોવા છતાં જુના વીજભારમાં જ ચલાવી રહ્યા છે ત્યારે ગરમી અસહ્ય થતાં વધુ ઉપકરણો વસાવનારા 25થી વધુ લોકોએ વીજભાર વધારવા માટે એમજીવીસીએલમાં અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે.

દાહોદમાં વર્ષો અગાઉ 1 કિલોવોટના લોડ સાથે ઘર વપરાશના વીજ જોડાણ અપાયા હતાં. કોમર્શિયલ કનેક્શન પણ 2 કિ.વોટના લોડ સાથે ચાલી રહ્યા હતાં. હાલમાં ઘરવપરાશ માટે 6 કિ.વોટ અને થ્રી ફેઇઝ માટે 6 કિ.વોટથી વધુ વીજભાર અપાય છે.

શહેરમાં ઉનાળાના પ્રારંભથી જ ગરમીથી રક્ષણ આપતાં એસી સહિતના ઉપકરણોનું વેચાણ અને તેનો વપરાશ વધી રહ્યો છે. મોટાભાગે લોકો પાસે એસી છે પરંતુ તેઓ વીજભારમાં વધારો કરાવવાની તસ્દી નહીં લેતાં લો વોલ્ટેજની સમસ્યા સર્જાય છે.

દાહોદના ના.કા. ઇજનેર એ.કે વાઘેલાએ જણાવ્યંુ હતું કે, આ બાબતે જાગૃતિ ફેલાવાતાં ઉનાળામાં એસી હોવા છતાં બીજું એસી કે ઉપકરણ વસાવ્યા હોય તેવા 25થી વધુ લોકોએ વીજભાર વધારવા એમજીવીસીએલમાં અરજી કરી છે.

1 ટનનું એસી હોય તો1500 વોટ અને દોઢ ટનના એસી માટે 1800 વોટનો લોડ પડે છે. તેની સામે મોટાભાગના ઘરોમાં ઓછા વીજભારના આધારે જોડાણો ચાલી રહ્યા છે. લોકો સ્વેચ્છાએ લોડ વધારતા ન હોવાથી વિવિધ સમસ્યા સર્જાય છે.

અન્ય સમાચારો પણ છે...