આવેદન:વસીમ રીઝવીના પુસ્તક પર પ્રતિબંધ લાદી ગુનો નોંધવા દાહોદમાં આવેદન

દાહોદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા

ઉત્તર પ્રદેશના શિયા વકફ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ વસીમ રીઝવી સામે ફોજદારી ગુનો દાખલ કરવા અને તેના વિવાદાસ્પદ પુસ્તકને પ્રતિબંધીત કરવાની માંગણી સાથે દાહોદ શહેરમાં જમાત રઝા-એ મુસ્તફા નામક સંસ્થાના નેજા હેઠળ મુસ્લિમ સમાજના લોકોએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યુ હતું.

દાહોદમાં પ્રાંત અધિકારીને આપેલા આવેદનમાં જણાવાયું છે કે, વસીમ રીઝવી વારંવાર ભારતમાં શાંતિ ભંગ થાય તેવા નિવેદનો આપવા માટે કુખ્યાત છે. હાલ આ વસીમ રીઝવી પયગંબરે ઇસ્લામ તેમજ ઇસ્લામ ધર્મની વિરૂદ્ધમાં મુહમ્મદ નામની બુક પ્રકાશિત કરીને મુસ્લિમ ધર્મને બદનામ કરવા માટે કોશીષ કરી છે.

પુસ્તકને લીધે મુસ્લિમોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે. આમ કરીને આ શાંતિપ્રિય દેશમાં અશાંતિ ફેલાવવા અને અરાજકતા ફેલાવવાની અને તે રીતે વિશ્વમાં ભારતને બદનામ કરવાનું એક ષડયંત્ર રચ્યુ છે. હાલ તેની વિવાદીત બુક અને તેના વિવાદીત નિવેદનોથી દેશના મુસ્લિમોમાં વિરોધ છે. વર્ગ-વિગ્રહ ફેલાય તેવી પ્રવૃત્તિ સબબ વસીમ રીઝવી સામે ફરિયાદ નોંધવા તેમજ આ વિવાદાસ્પદ પુસ્તકને તાત્કાલિક અસરથી પ્રતિબંધીત કરવા માંગ છે. મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

ઝાલોદમાં વસીમ રીઝવી અને સ્વામી નરસિંહાનંદ વિરુદ્ધ કાર્યવાહી કરવા આવેદન
ઝાલોદમાં મુસ્લિમ સમાજ દ્વારા વસીમ રીઝવી અને સ્વામી નરસિંહાનંદ સામે કાયદેસરના પગલાં લેવા પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું. પ્રાંત અધિકારીને જણાવ્યું કે, તાજેતરમાં વસીમ રીઝવી અને સ્વામી નરસિંહાનદ દ્વારા મોહમ્મદ પયગંબર સાહેબોના ઉપદેશોનું ખોટું અર્થઘટન કરીને મનઘડત સ્ટોરી ઊભી કરી તેમના વિશે જાહેર કાર્યક્રમ યોજીને મોહમ્મદ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. વિશ્વ અને દેશના મુસ્લિમ સમુદાયના લોકોની લાગણીને ઠેંસ પહોચાડી છે.

બારીયામાં વસીમ રીઝવી વિરુધ્ધ કાર્યવાહી કરવા મુસ્લિમ સમાજ દ્વારા આવેદન
દે.બારિયા. દે.બારીયામાં મુસ્લિમ સમાજ દ્વારા વસીમ રીઝવી સામે પગલાં લેવા પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું. તાજેતરમાં વસીમ રીઝવી દ્વારા મોહમ્મદ પયગંબર સાહેબોના ઉપદેશોનું ખોટું અર્થઘટન કરીને મનઘડત સ્ટોરી ઊભી કરી છે. તેમના વિશે જાહેર કાર્યક્રમ યોજીને મોહમ્મદ નામનું પુસ્તક પ્રકાશિત કરી વસીમ રીઝવી અને નરસિંહાનદ સ્વામીએ બેફામ વાણી વિલાસ કરી ઠેંસ પહોચાડી છે.મુસ્લિમ સમાજમાં આક્રોશની લાગણી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...