આવેદન:દાહોદમાં કાયમી કરવા મનરેગાના કર્મીઓ દ્વારા TDOને આવેદનપત્ર

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખોટી રીતે છૂટા કરાયેલા કર્મીઓને પરત લેવાની માગ

દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં ફરજ બજાવતા કર્મચારીઓએ કાયમી કરવા માટે દાહોદ તાલુકા વિકાસ અધિકારી ભાવેશ વસાવાને આવેદન આપ્યું હતું. આ આવેદનમાં જણાવ્યુ હતું કે, આજ નહીં તો કાલે સરકાર કાયમી કર્મચારી તરીકે લાભ આપશે તેવી આશાએ કર્મચારીઓ છેલ્લા 10-12 વર્ષથી કામગીરી સાથે જોડાયેલા છે. કર્મચારીઓને કાયમી કરવા માટે વિધાનસભામાં ઠરાવ પસાર કરીને કાયમી નોકરીનો લાભ મળે તે નાણાં વિભાગમાં કર્મચારીઓની જગ્યાઓ માટે ઠરાવ પસાર કરવાની માગ કરાઇ હતી.

આ સાથે યોજનામાં કામ કરતાં કર્મચારીઓને પગાર માટે 3-4 માસ રાહ જોવી પડે છે. જેથી યોજનામાં અમલીકરણ અધિકારીઓને સમયસર કામનું વેતન કરવાની વિનંતિ કરાઇ હતી. આ સાથે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગ્રામ્ય, તાલુકા કક્ષાના કર્મચારીઓને ન્યાયિક તપાસ કર્યા વગર છૂટા કરવામાં આવ્યા છે. તે તમામ કર્મચારીઓને તાત્કાલિક નોકરીમાં લેવા સાથે અન્ય વિવિધ માગણીઓ પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...