આવેદનપત્ર:દાહોદમાં જૂની પેન્શન યોજના માટે કર્મીઓનું કલેક્ટરને આવેદનપત્ર

દાહોદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા સંકલિત ટીમ OPSના નેજામાં આયોજન

નવી પેન્શન યોજના રદ કરીને જુની પેન્શન યોજના લાગુ કરવા સહિતના પ્રશ્નો બાબતે દાહોદ જિલ્લાની વિવિધ કચેરી અને વિભાગના કર્મચારીઓએ ભેગા મળીને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા સંકલિત ટીમ OPSના નેજા હેઠળ કલેક્ટરને આવેદન આપી તેમની લાગણી સરકાર સુધી પહોંચાડવાની વિનંતિ કરી હતી.ટીમ ઓલ્ડ પેન્શન યોજના ગુજરાતના નેજા હેઠળ દાહોદ જિલ્લાના વિવિધ વિભાગ અને કચેરીના કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને નવી પેન્શન યોજના દૂર કરી જુની પેન્શન યોજના શરૂ કરવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું.

આ સાથે અન્ય પ્રશ્નો જેવા કે કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચના બાકી ભથ્થાઓની અમલવારી શરૂ કરી, તથા સુપ્રિમ કોર્ટમાંથી ફીક્ચ પેના કેસ પરત લઇ તમામ લાભ શરૂઆતથી જ આપવા માગણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...