સંજેલી મુખ્ય બજારમાં જૂના બસ સ્ટેશન પર પીકઅપ સ્ટેન્ડની ફાળવણી કરી એસટી બસોનું સ્ટોપેજ આપવા સંજેલી વેપારી એસોસિએશન સહિત તાલુકાના નાગરિકોની માગ સાથે ગોધરા ડીસીને આવેદનપત્ર આપ્યું હતું.સંજેલી તાલુકો બનતા નાગરીકોની સુવિધાઓ માટે બનાવેલા નવીન બસ સ્ટેશન તા.7ને શનિવારના રોજ મુખ્યમંત્રી રૂપાણી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ઇ-લોકાર્પણ કરી ખુલ્લું મૂક્યું હતું.
વર્ષોથી ગામની મધ્યમાં આવેલા બસ સ્ટેશન પર અચાનક બસોની અવર જવર બંધ થતા તેમજ નવીન બસ સ્ટેશન ગામથી દૂર હોય ગામના નાગરિકો અને બહારથી વેપાર ધંધો કરવા આવતા લોકોને અગવડો ઉભી થઇ છે. રાત્રિ સમયે મુસાફરોને ઘર સુધી જવામાં મુશ્કેલી અને લૂંટ કે અન્ય બનાવોની શક્યતાઓ નકારી ન શકાય.
જેથી જૂના સ્ટેશન વિસ્તાર વેપારી મથક અને લોકો વર્ષોથી આ વિસ્તારમાં અવર જવરનો ઉપયોગ કરે છે. જેથી નાગરિકોની જરૂરીયાત મુજબની માગણીને ધ્યાને લઈ જૂના બસ સ્ટેશનવાળી જગ્યા પર પીકઅપ સ્ટેન્ડ ફાળવવા કે સ્ટોપેજ આપવા તાલુકા સહિત ગામ લોકોની માગણીને ધ્યાને લઇ વેપારી એસોસિએશનના પ્રમુખ ડિમ્પલ દેસાઈ અને વેપારી દ્વારા સોમવારના રોજ ગોધરા ડિવિઝન કંટ્રોલરને આવેદનપત્ર પત્ર આપી માગ કરવામાં આવી છે.
સર્વે બાદ વિચારણા કરાશે
ગોધરાના ડીસી ડિંડોરે જણાવ્યુ હતું કે,સંજેલી બજારમાં પીકઅપ સ્ટેશનની માગણીને લઇને આવેદનપત્ર આવ્યું છે. પરંતુ ટ્રાફિકના નિયમોને ધ્યાને લઈ ટ્રાફિકનો સર્વે કર્યા બાદ વિચારણા કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.