ચોરી:નાનીઝરી સાસરીમાં અંતેલાના યુવકની મોટરસાઇકલ ચોરાઇ

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે રોકાણ કરતાં બાઇક ઘર પાસે લોક મારીને મૂકી હતી
  • યુવકે પીપલોદ પોલીસ મથકે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી

દેવગઢ બારિયા તાલુકાના નાનીઝરી ગામે સાસરીમાં આવેલા અંતેલાના યુવકની સસરાના ઘર આગળ પાર્ક કરેલી બાઈક રાત્રીના દરમિયાન ચોરી ઇસમો ચોરી કરી નાસી ગયા હતા. આ સંદર્ભે યુવકે પીપલોદ પોલીસ મથકે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામનો પંકજભાઇ ફથેસીંગભાઇ પટેલ તા.17મીના રોજ પોતાની બાઈક લઇને તેની સાસરીમાં ગયો હતો. સાસરીમાં રાત રોકાતાં પોતાની બાઈક તેના સસરાના ઘરના આંગણામાં સ્ટેરીંગ લોક મારી મુકી હતી.

તે દરમિયાન રાત્રીના સમયે ચોર ઇસમોએ પંકજની બાઈકને નિશાન બનાવી સ્ટેરીંગ લોક તોડી કે ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી ચોરી કરી ગયા હતા. સવારે ઘર આંગણામાં મુકેલી બાઈક જોવા ન મળતાં આજુબાજુમાં શોધખોળ કરી હતી. પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી પંકજભાઇ ફતેસીંગભાઇ પટેલે તેની રૂ. 40,000ની બાઇક ચોરીની ફરિયાદ નોંધાવતાં પીપલોદ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...