હાલાકી:સંજેલી પંચાયતમાં દસ દિવસથી તલાટી નહીં આવતાં લોકો હેરાન

દાહોદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોનથી સંપર્ક કરતાં તલાટીએ ફોન ઉપાડવાની તસ્દી ન લીધી
  • ગ્રામજનોને​​​​​​​ દાખલાઓ સહિતના કામો માટે પડતા ધરમધક્કા

સંજેલી પંચાયતમાં છેલ્લા દસ પંદર દિવસથી તલાટી કમ મંત્રી હાજર ન રહેતા ગ્રામજનોને વિવિધ દાખલાઓ સહિતના કામો માટે ધરમ ધક્કા ખાવા પડી રહ્યાં છે. સંજેલી ગ્રામ પંચાયતની ચૂંટણી તારીખો જાહેર થઈ ચૂકી છે. જેથી સરપંચ સહિત સભ્યોએ ઉમેદવારી નોંધાવવા માટે ગ્રામ પંચાયતમાંથી શૌચાલયનો દાખલો લેણું દેણું બાકી નથી તેવો દાખલો જન્મના પ્રમાણપત્ર, જાતિના પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર સહિતના દાખલા માટે પંચાયતના તલાટીની સહી સિક્કાની જરુર પડતી હોય છે.

પરંતુ સંજેલી ખાતે તલાટી તરીકે ફરજ બજાવતા વિજયસિંહ રાઠોડ છેલ્લા દસ પંદર દિવસથી પંચાયતમાં ન આવતા લોકો સહિત ઉમેદવારો નારાજગી જોવા મળી રહી છે. આ બાબતે તાલુકાના અધિકારી દ્વારા તલાટીઓને સમયસર અને રેગ્યુલર પોતાની ફરજ પર હાજર રહેવા માટે સુચના કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. સંજેલી ખાતે ફરજ બજાવતા તલાટીને આ બાબતે પૂછપરછ કરવા માટે મોબાઈલ ફોનથી સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.

અન્ય સમાચારો પણ છે...