સર્પ શિક્ષણ:સર્પ સૃષ્ટિ સમા દાહોદમાં પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા સર્પ બચાવ અને સ્વ બચાવ શિક્ષણ વર્ગ યોજાયો

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીવતા સર્પ અને અજગર સાથે યોજાયેલા નિદર્શન મા 32 બાળકો અને 28 નાગરિકોએ ભાગ લીધો
દાહોદમાં બાળકોએ સાપ પકડવા માટે જીવતા સાપ સાથે શિક્ષણ લીધુ
દાહોદમાં બાળકોએ સાપ પકડવા માટે જીવતા સાપ સાથે શિક્ષણ લીધુ

દાહોદ વિસ્તાર ઝેરી- બિનઝેરી વિવિધ પ્રકારની સર્પસૃષ્ટિ ધરાવે છે. અને પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા શહેર અને આસપાસના વિસ્તારોમાં છાશવારે નીકળતા અને રેસ્ક્યુ કરાતા સર્પોથી દાહોદના બાળકો પણ તેનાથી અવગત થાય અને સાચી બાબતોથી વાકેફ થાય તે અનુસંધાને પ્રકૃતિ મિત્ર મંડળની સ્ટુડન્ટ નેચર ક્લબ દ્વારા સ્નેક એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

દાહોદ સ્ટેશનરોડ સ્થિત 'અજય દેસાઈ પ્રકૃતિ ભવન' ખાતે આયોજિત ધો.7,8, અને 9 ના જ વિદ્યાર્થીઓ અને મોટી વયના નાગરિકો માટે આયોજિત આ સ્નેક એજ્યુકેશન કેમ્પમાં કિન્નર દેસાઈ, જુઝર બોરીવાલા, રાકેશ પાંડરિયા, પ્રતિક જૈન,અને મુર્તુજા ઈઝ્ઝી જેવા સર્પવિદ્દો અને સ્ટુડન્ટ નેચર ક્લબના કન્વીનર ગુંજન દેસાઈ તથા મુસ્તફા કડીવાલા સહિતના લોકો દ્વારા રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. આ શિબિરમાં બે અજગર (રોક પાયથોન), બે ખડચીતળ (રસેલ્સ વાઈપર), બે ધામણ (રેટ સ્નેક), એક વરૂદંતી(વુલ્ફ સ્નેક) અને એક ડેંડુ (ચેકર્ડ) મળી છેલ્લા 2-3 દિવસમાં દાહોદમાં અને આસપાસના વિસ્તારોમાંથી પકડાયેલા સાપનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું.તેના લોકો દ્વારા ઉપસ્થિત બાળકો તથા વાલીઓને સાપ વિશે જીવંત નિદર્શન સાથે વિવિધ રોચક માહિતી પીરસવામાં આવી હતી.

આ શિબિરમાં બે અજગર (રોક પાયથોન), બે ખડચીતળ (રસેલ્સ વાઈપર), બે ધામણ (રેટ સ્નેક), એક નાગ (કોબ્રા), એક વરૂદંતી (વુલ્ફ સ્નેક) અને એક ડેંડુ (ચેકર્ડ) અને આસપાસના વિસ્તારોમાંથી પકડાયેલા ઝેરી- બિનઝેરી સાપનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ નવતર કાર્યક્રમ થકી વિદ્યાર્થી અવસ્થાથી જ બાળકો આપણી આસપાસની અદ્દભૂત જીવસૃષ્ટિથી અવગત થાય તે શુભાશય હતો.

ઉલ્લેખનીય છે કે, દરેક ક્ષેત્રે વ્યવસાયીકરણ વધતું જાય છે ત્યારે ફક્ત કોવિડ પ્રોટોકોલના પાલન સાથે આયોજિત આ શિબિરમાં ઉપસ્થિત રહેલ તમામ 32 બાળકો અને 28 વાલીઓ સહિત કુલ 60 લોકો તદ્દન નિ:શુલ્ક ધોરણે આ કેમ્પમાં સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...