હત્યાનો ગુનો:દાહોદના ચોસાલામાં ગાળો બોલવા મુદ્દે વૃદ્ધને લાકડીઓ ફટકારતા મોત

દાહોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાકડીઓ વડે ગડદાપાટુનો માર મારતાં વૃદ્ધ ઢળી પડ્યાં
  • કુટુંબી દંપતી અને તેમના પુત્ર સામે હત્યાનો ગુનો દાખલ

દાહોદ તાલુકાના ચોસાલામા ગામમાં અમોને ગાળો કેમ દીધી હતી તેમ કહી કુટુંબી દંપત્તિ તથા તેમના પુત્રએ લાકડીઓ વડે આડેધડ માર મારતાં 67 વર્ષિય વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ સંદર્ભે મૃતકના પુત્રની ફરિયાદના આધારે તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

દાહોદ તાલુકાના ચોસાલા ગામના ગામતળ ફળિયામાં રહેતા 67 વર્ષિય વૃદ્ધ અમરસીંગભાઇ વેચાતભાઇ ડામોર રવાળાફળિયામાં લલ્લુભાઇ ખીમલાભાઇ બારીયા એમ બન્ને જણા ઘર આગળ બેઠા હતા. ત્યારે અમરસીંગભાઇના કુટુંબી દિનેશભાઇ મોજીબાઇ ડામોર તથા તેની પત્ની લસાબેન અને પુત્ર રાજાભાઇ ત્યાં આવ્યા હતા.

દિનેશભાઇએ અમરસિંગભાઇને ગંદી ગાળો બોલી તે થોડા દિવસ પહેલા કેમ અમોને ગાળો દીધી હતી. તેમ કહી દિનેશભાઇ તથા તેના પુત્ર રાજાભાઇએ લાકડીઓ વડે આડેધડ મારવા લાગ્યા હતા અને લસાબેને ગડદાપાટુનો માર મારતા અમરસીંગભાઇ નીચે ઢડી પડતા ત્રણેય જણા માર મારતા હતા. ત્યારે લલ્લુભાઇ ખીમલાભાઇ બારીયા વચ્ચે છોડાવવા પડતાં રાજા ડામોરે લાકડી મારી ડાબા હાથે કમરના ભાગે ઇજા પહોંચાડી હતી. ત્યાર બાદ અમરસીંગભાઇ બેભાન થઇ જતાં ત્રણેય જણા તેઓના ઘર તરફ નાસી ગયા હતા.

આ બાબતની જાણ થતાં પુત્ર રાજેશ ડામોર ઘટના સ્થળે જઇ તપાસતા તેના પિતા અમરસીંગભાઇ મૃત્યુ થઇ ગયું હતું. આ સંદર્ભે રાજેશભાઇ અમરસીંગભાઇ ડામોરે કુટુંબી હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...