કાર્યવાહી:ખેતરમાં પાળ બાંધવા મુદ્દે દંપતી સહિત 3 લોકોનો વૃદ્ધ પર હુમલો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાવડો, કોદાળી અને લાકડીઓ મારી ઇજા કરી ધમકી અપાઇ

થેરકા ના નારસીંગભાઇ કસનાભાઇ સંગાડા રવિવારે સાંજના ચાર વાગ્યાના અરસામાં તેમના પાનવાવાળા ખેતરમાં ઢોરને પાણી પિવડાવવા માટે ગયા હતા. ત્યારે તેમના ખેતરને અડીને તેમના કાકાનો છોકરો દેવસીંગભાઇ સંગાડા નો છોકરો રોહીત દેવસીંગભાઇ સંગાડા તથા જમનાબેન દેવસીંગભાઇ સંગાડા તેમના ખેતરની પાળી બાંધતા હતા. જેથી નારસીંગભાઇએ તેઓને કહેલ કે તમે પાળી બાધો છો પણ ચોમાસામાં તમારા ખેતરનું પાણી મારા ખેતરમાં આવશે. મારા ખેતરમા પાણી ન આવવુ જોઇએ.

તે રીતે પાળી બાધો જેથી રોહીત દેવસીંગ સંગાડા ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી કહેવા લાગેલ કે તુ મને કોઇ કહેવા વાળો છે તેમ કહી પાડવો પીઠ ઉપર મારી ઇજા કરી હતી. તેમજ જમનાબેને કોદાળી મારી ખભા ઉપર ઇજા કરી હતી. આ દરમિયાન બુમાબુમ કરતાં વિનુભાઇ સંગાડા તથા નરસીંગભાઇ સંગાળા દોડી આવતાં બન્ને જણા આજે તો તુ બચી ગયો છે.

હવે પછી મળીશ તો તને જાનતી મારી નાખીશ તેવી ધમકીઓ આપતા હતા. તે દરમિયાન દેવસીંગ મકના સંગાડા લાકડી લઇને આવી મારતાં જમણા હાથના આગળા ઉપર તથા ડાબા કાન નીચે ઇજા થઇ હતી. આ સંદર્ભે નારસીંગે હુમલાખોર એક મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતાં ઝાલોદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...