પાવડીમાં એકે મહિલા તથા તેના બે પુત્રોએ પેટમાં લાતો મારી ઇજાઓ કરતાં અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પાવડી ગામના મહેન્દ્રભાઇ રમસુભાઇ ભાભોર તા.11મીના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં કાકા સમસુભાઇ કેહજીભાઇ ભાભોર સાથે ફોન પર વાત કરતા કરતા ઘરતા નવા ઘરેથી જુના ઘરે જતાં હતા. કાકા ના છોકરા અક્ષયના લગ્નની કંકોત્રીમાં મારા પિતા રમસુભાઇ તથા મારૂ તથા મારા નાના ભાઇ શિત્તલભાઇનું ના કેમ લખાવેલ છે તેવી વાતો કરી રહ્યા હતા.
આ મહેન્દ્રભાઇ ના કાકા નો છોકરો અક્ષય વાતો સાંભળી તેના હાથમાં લાકડી લઇ મારવા માટે આવતાં મહેન્દ્રભાઇએ લાકડી પકડી પાડી હતી અને ત્યાર બાદ બન્ને વચ્ચે કંકોત્રીમાં નામ લખાવવા મુદ્દે બોલાચાલી થતા ધક્કા મુક્કી પણ થવા લાગી હતી. આ દરમિયાન કાકી સંગીતાબેન પણ ઉશ્કેરાઇ આવતા વધુ ઝઘડો થતાં પિતા રમસુભાઇને પકડી પાડી જમીન ઉપર પાડી દઇ પેટના ભાગે લાતો મારી ગેબી ઇજાઓ કરી હતી. ત્યાર બાદ રમસુને પેટમાં અસહ્ય દુખાવો થતાં 108 દ્વારા દાહોદ ઝાયડસ હોસ્પિટલ સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.
જ્યાં બે દિવસની સારવાર બાદ પણ તબિયતમાં કોઇ સુધાર નહી થતાં રિફર કરતાં વડોદરા અને ત્યાંથી અમદાવાદ દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રમસુભાઇનું મોત નિપજ્યું હતું. આ સંદર્ભે કાકાના છોકરા અક્ષય તથા રૂચિત તથા કાકી સંગીતાબેને પેટના ભાગે લાતો મારી ગેબી ઇજાઓ થતાં પિતાનું મોત નિપજતાં ત્રણે વિરૂદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.