રોગને માત:ડેન્ગ્યૂગ્રસ્ત રાજસ્થાનના વૃદ્ધે 12 દિવસ વેન્ટિલેટર ઉપર રહી રોગને માત આપી

દાહોદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મગજના તાવ સાથે બ્લડ પ્રેશરમાં વધારો અને કિડની પર અસર થઇ હતી

રાજસ્થાનના કુશલગઢ ખાતે રહેતાં 72 વર્ષિય ગફ્ફારખાન પઠાણને બેભાન હાલતમાં દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. તાત્કાલિક સારવાર વિભાગમાં ત્રણ દિવસની સઘન સારવાર બાદ તેમની આઇસીયુમાં ખસેડાયા હતાં. ડેન્ગ્યુને કારણે તેમની તબિયત અતિ નાજુક બનતા તેમને વેન્ટિલેટર ઉપર મુકવાની ફરજ પડી હતી. દરમિયાન કીડની ફેલ્યોર, ન્યુમોનિયા અને તેમનું બ્લડપ્રેશર વધવા સાથે મગજનો તાવ પણ હોવાથી તેમને સતત 12 દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રહ્યા બાદ તેઓ ભાનમાં આવ્યા હતાં.

આસિ. પ્રોફેસર ડો. વિનોદ વહોનિયાના માર્ગશનમાં સિનિયર તબીબ ડો.દક્ષેશ બાણિયા, જુનિયર ડો. ધ્વનિ શાહ, ડો. ભૂમિ પંચાલમાં કરાયેલી સારવાર અને બ્રધર મહેશ મછાર સહિતના સ્ટાફ દ્વારા રખાયેલી સાર સંભાળથી તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા હાલ તેમને સાદા ઓક્સિજન ઉપર રાખ્યા છે. પિતા ગફ્ફારખાનની સારવાર કરીને તેમને મોતના મુખમાંથી પાછા ખેંચી લાવનાર ઝાયડસના સ્ટાફનો પૂત્ર પરવેઝખાને આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...