તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:કેળકુવામાં છોકરીને ભગાવવામાં સાથ આપે છે કહી એક પર હુમલો

દાહોદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • હુમલો કરનારા ચાર લોકો સામે અભેસિંગભાઇની ફરિયાદ
 • 108 દ્વારા દેવગઢ બારિયા સરકારી હોસ્પિટલ લઇ જવાયા

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કેળકુવા ગામના અભેસિંગભાઇ ધનાભાઇ રાઠવા ગતરોજ સાંજના સમયે ઘરે હતા. તે દરમિયાન ગામમાં રહેતા મંગાભાઇ ગમીરભાઇ રાઠવા તથા તેનો છોકરો કનુભાઇ મંગાભાઇ તથા પીન્ટુભાઇ મંગાભાઇ ગાળો બોલતા આવ્યા હતા અને કહેવા લાગેલા કે તુ અમારી છોકરીને તારા ભાઇના છોકરા સાથે ભગાડવામાં અને સંતાડવામાં મદદ કરે છે.

તેમ કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ઘરમાં ભરાઇ અભેસિંગભાઇને લાકડીઓથી માર માર્યો હતો અને ઘરનો સરસાન તેમજ દાગીનાની અને રૂપિયાની તેમજ ચોપડાની પેટીઓ તોડી નાખી નુકસાન કર્યુ હતું. અભેસિંગભાઇને 108 દ્વારા દેવગઢ બારિયા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. અભેસિંગભાઇએ હુમલાખોરો વિરૂદ્ધ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો