ધરપકડ:હથિયારના ગુનામાં વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો

દાહોદએક દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અંદરપુરાનો યુવક પોલીસના હાથ લાગતો નહોતો
  • LCBએ ઘરેથી ઝડપી રાજગઢ પોલીસને સોંપવાની તજવીજ કરી

ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડાની સૂચનામાં દાહોદ પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરે જિલ્લા તેમજ જિલ્લા બહાર લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરી, શરીર સબંધી ગંભીર પ્રકારના ગુનાઓમા તેમજ પ્રોહીબિશન તથા અન્ય ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા એલ.સી.બી. ટીમને સૂચના અને માર્ગદર્શન કર્યુ હતું.

જે અનુસંધાને એલ.સી.બી.ની ટીમ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવાની કામગીરીમાં હતી. તે દરમિયાન પીઆઇ બી.ડી.શાહની સૂચનામાં શુક્રવારના રોજ એલ.સી.બી.સ્ટાફની ટીમ ધાનપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે, પંચમહાલ જિલ્લાના રાજગઢ પોલીસ મથકમાં નોંધાયેલ આર્મ્સ એકટના ગુનામા એક વર્ષથી નાસતો ફરતો આરોપી અંદરપુરાનો ઇશ્વર દિલીપ બારીયા (કોળી) તેના ઘરે આવ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે ટીમે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીને પંચમહાલ જિલ્લા રાજગઢ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...