મગર દેખાતા દોડધામ:ગામની આજુબાજુ કોઈ તળાવ નદી કે નાળુ ન હોવા છતા ફતેપુરાના સરસ્વામાં મગર દેખાયો

દાહોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષ પહેલાં અષાયડીમા બે વખત મગર દેખાયો હતો

ફતેપુરાના સરસ્વા ગામે રહેણાંક વિસ્તારમાં મગર ઘૂસી આવતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. સ્થાનિકો દ્વારા તુરંત વન વિભાગ ને જાણ કરી હતી અને વિભાગ ના કર્મચારી ઘટના સ્થળે આવી મગર નું રેસ્કયું આપરેશન હાથ ધરવા માં આવ્યુ હતું. મગર આવ્યો હોવા ની જાણ સમગ્ર પંથક માં થતા લોકો ના ટોળે ટોળા મગર ને જોવા ઉમટી પડ્યા હતા.

બાળકોએ મગરને જોઈને બુમાબુમ કરી
ફતેપુરા ના સરસ્વા ગામે મકવાણા ફળીયા માં આશરે સાડા છ વાગ્યાં ની આસપાસ બાળકો ઘર ની બાજુ માં રહેલા ખેતર તરફ જતા હતા.આ બાળકોને અચાનક મગર દેખાતા ભાગદોડ અને બુમાબુમ કરતાં રમેશ મકવાણા દોડી આવ્યા હતા.

મગરને વન કર્મીઓ અને પ્રકૃતિ મિત્ર મંડળે રેસ્ક્યુ કર્યો
મગર જોવા મળતા જેની જાણ વન વિભાગ ના કર્મચારીઓને કરવામાં આવી હતી. થોડી જ ક્ષણો માં વન વિભાગ કર્મચારી તેમજ પ્રકૃતિ મંડળ ના સભ્યો દોડી આવ્યા હતા. મગર નું રેસ્કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. ભારે જહેમત બાદ તંત્ર દ્વારા મગર ને પકડી પાડવા માં આવ્યો હતો.

3 વર્ષ અને 3.5 ફુટ લાંબા મગરને મહિસાગર નદીમા છોડી દેવાશે
મગર પકડ્યા બાદ અધિકારી ની પુછપરછ કરતા જણાવ્યું હતું કે મગર આશરે 3 થી 3.50 ફૂટ લાંબો અને જેની ઉંમર આશરે સાડા ત્રણ વર્ષ ની છે. વધુ માં જણાવ્યું હતું કે આ મગર ને પકડને મહીસાગર નદી સલામત સ્થળે મગર ને છોડી દેવામાં આવશે. મહત્વનુ છે કે, સરસ્વા ગામ ની આજુબાજુ કોઈ પણ તળાવ નદી કે નાળુ નથી પરંતુ આ મગર આવ્યો ક્યાંથી તે પણ એક સવાલ છે જ્યારે ગામ ના આગેવાન જોડે વાત કરતા જાણવા મળ્યું હતું મગર મેઈન રોડ તરફ થી આવ્યો હોય તેમ લાગી રહ્યું છે

અન્ય સમાચારો પણ છે...