દાહોદ પશુપાલન વિભાગ એલર્ટ:જિલ્લામાં લમ્પીનો હાલ એકપણ કેસ ન હોવા છતા સતર્કતાના ભાગરૂપે 9 ટીમોની રચના કરવામાં આવી

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક પણ કેસ ન હોવાથી રાહત,હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરાયો

ગુજરાતના અનેક શહેરોમાં પશુઓમાં લમ્પી સ્કિન ડિસીઝ વાઈરલ ફેલાઈ રહ્યો છે. ત્યારે દાહોદ જિલ્લા પશુ પાલન વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે 9 ટીમો દ્વારા જિલ્લામાં સર્વે કરવાની કામગીરી હાથ ધરાઈ છે તથા કંટ્રોલ રૂમ શરૂં કરવામાં આવ્યો છે.

પશુપાલન વિભાગ સતર્ક થયો
કચ્છ, જામનગર અને રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં લમ્પી સ્કિન ડિસીઝ વાઈરસ પશુઓમાં સામે આવ્યો છે. આ મામલે આ શહેરોમાં પશુ પાલન વિભાગ સતર્ક થયો છે અને કામગીરીમાં જાેતરાયા છે. ત્યારે દાહોદ જિલ્લા પશુ પાલન વિભાગ દ્વારા પણ આ મામલે ગંભીરતા દાખવી અલગ અલગ 9 ટીમો બનાવી દાહોદ જિલ્લામાં પશુઓની તપાસ હાથ ધરી રહી છે.

જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી
જાણવા મળ્યાં અનુસાર, હાલ સુધી દાહોદ જિલ્લામાં કોઈ પશુઓમાં આવો કોઈ વાઈરસ જાેવા મળ્યો નથી. પશુ પાલકોને પણ સાવચેતીના પગલાં લેવા દાહોદ જિલ્લા પશુ પાલન વિભાગ દ્વારા સુચનાઓ આપવામાં આવી રહી છે અને પશુઓમાં વાઈરસના આવા કોઈ પ્રકારના લક્ષણો જાેવાય તો દાહોદ જિલ્લા પશુ પાલન વિભાગને જાણ કરવા પશુ પાલકોને જણાવાયું છે.

9 તાલુકાની 9 અલગ અલગ ટીમો બનાવી
આ મામલે દાહોદ જિલ્લા પશુ પાલન વિભાગના જવાબદાર અધિકારીના જણાવ્યાં અનુસાર, દાહોદ જિલ્લામાં પશુઓમાં આવો કોઈ પણ વાઈરલ અને કોઈ પણ કેસ આજદિન સુધી દેખાયો નથી, આ મામલે તંત્ર સતત કાર્યરત છે, સર્વેની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, સર્વેની કામગીરી ચાલુ છે, આજદિન સુધી આવો કોઈ દાહોદ જિલ્લામાંથી રેકર્ડ પર નોંધાયેલ નથી, દાહોદ જિલ્લો આદિવાસી વિસ્તાર છે, લોકો છુટા છવાયા રહે છે, માટે આ આવો રોગ થવાની શક્યતા બહુ ઓછી છે, જાે પશુઓ ભેગા થતાં હોય તો આ વાઈરલ ફેલાવવાની શક્યતા પ્રબળ રહે છે, છતાં પણ પશુ પાલન શાખા દ્વારા દાહોદ જિલ્લામાં 9 તાલુકાઓ પ્રમાણ 9 અલગ અલગ ટીમો બનાવી છે,

અન્ય સમાચારો પણ છે...