ગણેશ મહોત્સવ:દાહોદના તમામ ગણેશ પ્રતિમાંઓનુ વિસર્જન શહેરની આસપાસના તળાવોમા કરાશે

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાબ તળાવના બ્યુટીફીકેશનની કામગીરી ચાલતી હોવાથી ત્યા વિસર્જન પર લગાવાયો પ્રતિબંધ ગણેશજીની પ્રતિમાનું વિસર્જનને લઈ ગણેશ પંડાળના આયોજકો સાથે પોલીસે બેઠક કરી

દાહોદ શહેર સહિત જિલ્લામાં રવિવારે ગણપતિની પ્રતિમાંનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવશે. દાહોદના છાબ તળાવ ખાતે બ્યુટીકેશનનું કામકાજ ચાલી રહ્યુ હોવાથી પ્રતિમાઓનું આ છાબ તળાવ ખાતે વિસર્જન કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેથી ગણેશ મંડળો દ્વારા પોત પોતાના વિસ્તારમાં નજીકમાં પડતાં જળાશયોમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે.

મંડળોને પોલીસે સુચના આપી ઘરોમાં બિરાજમાન ગણેશજીની પ્રતિમાને લોકો પોત પોતાના ઘર આંગણે જ વિસર્જન કરશે. ત્યારે દાહોદ શહેરમાં ગણેશ વિસર્જનને લઈ પોલીસ મથકે ગણેશ મંડળોના આયોજકોની એક મીટીંગ પણ મળી હતી. જેમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે ગણેશ વિસર્જન કરવાની મંડળોને પોલીસે સુચના આપી હતી.

દાહોદ શહેર સહિત જિલ્લામાં ગણેશમય, ભક્તિમય માહોલમાં ગણેશ મહોત્સવની વિવિધ ગણેશ મંડળો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઘરે-ઘરે લોકોએ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી ગણેશજીની પુજા, અર્ચના તેમજ આરતી વગેરે કરી ગણેશજીની ભક્તિ કરી હતી. ત્યારે હવે ગણેશજીને દાહોદ શહેરવાસીઓ વિદાય આપવા જઈ રહ્યાં છે. દશ દિવસનું આતિથ્ય માણ્યા બાદ ભગવાન ગણેશજીની પ્રતિમાને વિસર્જન કરવામાં આવશે. ત્યારે વિસર્જનના એક દિવસ અગાઉ દાહોદ શહેર પોલીસ મથકે દાહોદ શહેરના ગણેશ મંડળોની પોલીસ સાથે મીટીંગ યોજાઈ હતી.

સરકારની ગાઈડલાઈન પ્રમાણે શાંતિપુર્ણ માહોલમાં વિસર્જન કરવાનું રહેશે ગણેશ મંડળોના આયોજકો દ્વારા જુદા-જુદા જળાશયોમાં વિસર્જન કરવામાં આવશે. ત્યારે સુર્યાસ્ત થાય તે પહેલા વિસર્જન કરવાનું રહેશે. મોટી પ્રતિમાઓ હશે તો તેમાં વધુમાં વધુ 15 વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવી છે. તેમજ ડી.જે. જેવા વાહનોને મંજૂરી આપવામાં આવી નથી. સરકારની ગાઈડલાઈન પ્રમાણે શાંતિપુર્ણ માહોલમાં વિસર્જન કરવાનું રહેશે. દાહોદના ઝાબ તળાવ ખાતે સ્માર્ટ સીટી અંતર્ગત ડેવલપમેન્ટનું કામકાજ ચાલતું હોવાને કારણે ત્યાં વિસર્જન કરી શકાશે નહી. વર્ષોથી આ છાબ તળાવમાં વિસર્જન કરવામાં આવતું હતું, પરંતુ છેલ્લા બે - ત્રણ વર્ષના સમયગાળા દરમ્યાન સ્માર્ટ સીટી અંતર્ગત છાબ તળાવના બ્યુટીકેશનની કામગીરી હાથ ધરવાના નિર્ણય સાથે દાહોદના ઝાબ તળાવ ખાતે વિસર્જન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત રહેશે ગણેશ મંડળોને પોતાના વિસ્તારથી જે જળાશયો નજીક પડશે તેમાં ગણેશજીની પ્રતિમાઓ વિસર્જીત કરી શકશે. જેમાં સંગમ નદી, ડેલસર, મુવાલીયા વગેરે જળાશયોમાં વિસર્જન કરવામાં આવશે. દાહોદ શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...