ધરપકડ:જેસાવાડામાં જીપમાંથી 5.76 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો

દાહોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીપ ચાલકની ધરપકડ, બાતમીથી એલસીબી ત્રાટકી પડી
  • દારૂ, જીપ તેમજ મોબાઇલ મળીને રૂા.8.31 લાખનો મુદ્દામાલ

મધ્ય પ્રદેશ તરફથી વિદેશી દારૂ આવી રહ્યો હોવાની બાતમી એલસીબી પી.આઇ બી.ડી શાહને મળી હતી. તેના આધારે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે બાવકા ચોકડી ખાતે ટીમે વોચ ગોઠવ બાતમી વાળી જીપ આવતાં રોકીને ચારે તરફથી ઘેરી લેવાઇ હતી. દાહોદ તાલુકાના પુંસરી ગામના ચાલક કરણ મીઠા ભાભોરને નીચે ઉતારી જીપમાં તપાસ દરમિયાન દારૂનો જથ્થો હોવાનું જણાયુ હતું.

આ જીપમાંથી વિદેશી દારૂની 120 પેટીમાંથી 4560 નંગ બોટલો મળી હતી. રૂા.5.76 લાખના દારૂના જથ્થા સાથે 8 લાખની જીપ અને કરણ પાસેથી મળેલા મોબાઇલ સહિત 8.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ જથ્થો માતવા ગામના વીજય પલાસની માલિકીનો અને મધ્ય પ્રદેશના પીટોલના ઠેકા ઉપરથી ભરીને લાવ્યાનું ચાલક કરણે જણાવ્યુ હતું. એલસીબીની ફરિયાદથી જેસાવાડા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...